• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» GST Council Approved Anti Profiteering Rules

GST કાઉન્સિલે નફાખોરી સાથે જોડાયેલા નિયમોને આપી મંજૂરી

નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની 17મી મિટિંગમાં નફાખોરી રોકવા માટે એન્ટી પ્રોફિટિયરિંગ નિયમોને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય મિટિંગમાં સરકારી અને પ્રાઈવેટ લોટરી પર અલગ-અલગ દરો મંજૂર કરવામાં આવ્યા છે. સ્ટેટ રન લોટરી પર જીએસટી અંતર્ગત 18 ટકા ટેકસ અને ગવર્મેન્ટ ઓથોરાઈઝડ પ્રાઈવેટ લોટરી પર 28 ટકા ટેકસ રેટ નક્કી કરવામાં આવ્યો છે. જયારે ઈ-વે બિલને લઈને જીએસટી નેટવર્ક હાલ તૈયાર નથી, આ કારણે આ બાબત પર હાલ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. જીએસટી કાઉન્સિલની આગામી મિટિંગ 30 જૂને રાખવામાં આવી છે. રિટર્ન ભરવા માટે 2 મહીનાની રાહત...
 
જીએસટીની તૈયારીને લઈને સમય માગનારને જીએસટી કાઉન્સિલે દર મહિને રિટર્ન ફાઈલ કરવા માટે શરૂઆતના બે મહિનાની છુટ આપી છે. હવે જીએસટી અંતર્ગત જૂનમાં રિટર્ન ફાઈલ કરવાની જરૂરિયાત રહેશે નહિ. જૂન મહીનાનું રિટર્ન 10 ઓગસ્ટ સુધી ભરી શકાશે. સપ્ટેમ્બરથી દર મહિને રિટર્ન ફાઈલ કરવાની અનિવાર્યતા લાગુ કરવામાં આવશે. ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીએ માહિતી આપતા જણાવ્યું છે કે ઈ-વે બિલ પર તૈયારી માટે હજુ 4થી 5 મહિના લાગશે.
 
મોંઘા હોટલ રૂમ પર 28 ટકા ટેકસ
 
7500 રૂપિયાથી વધુ મોંઘા હોટલના રૂમો પર 28 ટકા ટેકસ લાગશે. જયારે 2500થી 7500 રૂપિયા સુધીની રેન્જમાં આવનાર હોટલના રૂમો પર 18 ટકા ટેકસ રાખવામાં આવ્યો છે.
 
આ 5 નિયમોને મળી મંજૂરી
 
ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલીએ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ જાણકારી આપી કે બેઠકમાં 6 મુદ્દા પર ચર્ચા થઈ હતી. જેમાં નીચે આપવામાં આવેલા 5 નિયમોને મંજૂરી આપવામાં આવી. તેમાં એડવાન્સ રૂલિંગ, અપીલ એન્ડ રિવિઝન, એસેસમેન્ટ, એન્ટી-પ્રોફિટિયરિંગ અને ફન્ડ સેટલમેન્ટ સામેલ છે. છઠ્ઠો મુદ્દો ઈ-વે બિલ્સને લઈને ચર્ચા ચાલુ રહેશે. ચર્ચા પુરી થયા બાદ આ અંગે અંતિમ નિર્ણય કરવામાં આવશે. 
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: GST Council Approved Anti Profiteering Rules
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.