• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Interview Of Ficci President And Expectations From The Budget

ડિમોનેટાઇઝેશનની જેમ આ બજેટ પણ હોય `યૂનીક', ઇકોનોમીને આપે નવી દિશા-પંકજ પટેલ

ડિમોનેટાઇઝેશનની જેમ આ બજેટ પણ હોય `યૂનીક', ઇકોનોમીને આપે નવી દિશા-પંકજ પટેલ
નવી દિલ્હીઃ સરકારે જે રીતે ડિમોનેટાઇઝેશનનો યૂનીક નિર્ણય લીધો તે જ રીતે એક યૂનીક બજેટ રજૂ કરવું જોઇએ. જેનાથી દેશની ઇકોનોમીને નવી દિશા મળી શકે. સાથે જ વ્યાજ દરોમાં ઘટાડાથી લઇને ટેક્સ રેટમાં ઘટાડા જેવા મહત્વના પગલા આ બજેટમાં લેવા જોઇએ તેમ ફિક્કીના પ્રેસિડેન્ટ પંકજ પટેલનું માનવું છે. મનીભાસ્કર ડોટ.કોમના હરવીર સિંહ અને પ્રશાંત શ્રીવાસ્તવે પંકજ પટેલ સાથે વાતચીત કરી. પ્રસ્તુત છે વાતચીતના મુખ્ય અંશ...
 
સવાલ- એક ફેબ્રુઆરીએ રજૂ થનારૂ બજેટ ઘણું મહત્વનું છે. સમય કરતાં પહેલા રજૂ થઇ રહ્યું છે રેલવે બજેટ અલગથી નથી તેમજ પ્લાન અને નોન પ્લાન ખર્ચને એક કરી દેવામાં આવ્યો છે તો તમે આ પગલાને કેવી રીતે જુઓ છો.
 
જવાબઃ જુઓ ઇમ્પ્લીમેન્ટેશન લેવલે ત્રણેય પગલા મહત્વના છે. બજેટ જલદી આવવું એક સારૂ પગલું છે. જેનું કારણ એ  કે અત્યાર સુધી બજેટ, તેની એપ્રુવલ અને લાગૂ થવામાં જૂન સુધીનો સમય લાગી જતો હતો. હવે બજેટ જોગવાઇઓને લાગૂ કરવા માટે સમય મળી જશે. બીજું કે સરકાર પ્લાન અને નોન પ્લાન ખર્ચને લઇને અસમંજસમાં રહેતી હતી. હવે બન્ને એક થઇ ગયું છે. જેનાથી એકાઉન્ટિંગ ટ્રાન્સપરન્સી આવશે. રેલવે બજેટને અલગથી રજૂ કરવાની જરૂર નહોતી.
 
સવાલઃ પોસ્ટ ડિમોનેટાઇઝેશન બજેટથી તમે કેવી આશા રાખી રહ્યા છો?
 
જવાબઃ ડિમોનેટાઇઝેશનનું પગલું પોતાનામાં યૂનીક હતું. ત્યારે આશા રાખીએ કે બજેટ પણ યૂનીક હોય. ડિમોનેટાઇઝેશન પછી બેન્કો પાસે મોટી સંખ્યામાં રોકડ આવી છે. ત્યારે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફન્ડ બનાવવું જોઇએ. સાથે જ વ્યાજ દર ઘટાડવા જોઇએ. જેથી તે ગ્લોબલ લેવલે આવી શકે. અમે ઇચ્છીએ છીએ કે વ્યાજ દર 6-7 ટકા પર આવી જવો જોઇએ. જો આમ થશે તો પ્રોજેક્ટ પ્રાસંગિક થઇ જશે. હાલ ચિંતા એ છે કે પ્રાઇવેટ સેકટર કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ ફરી શરૂ કરે. આ પગલાથી તે થઇ શકશે.
 
સવાલઃ ડિમોનેડાઇઝેશનથી માંગ ઘટી છે, કંપનીઓની આવક ઘટી છે, ત્યારે તમને શું લાગે છે કે સ્લોડાઉનની સ્થિતિ હજુ કેટલા સમય સુધી રહેશે.
 
જવાબઃ જુઓ નોટબંધીથી અસ્થાયી રીતે અસર થઇ છે. ખાસ કરીને અસંગઠિત સેકટર પર. સેન્ટિમેન્ટ સુધરી રહ્યા છે. કંપનીઓ કહી રહી છે કે ઇકોનોમી રિવાઇવ થઇ રહી છે. અમારૂ માનવુ છે કે ચાલુ નાણાંકીય વર્ષ સુધી ઇકોનોમિક એક્ટિવિટી નોર્મલ થઇ જશે.
 
સવાલઃ શું ઇકોનોમીમાં હાલના સ્લોડાઉનની જોતાં બજેટમાં રાહત પેકેજની આશા છે
 
જવાબઃ ડિમોનેટાઇઝેશન બાદ અસંગઠિત ક્ષેત્રના સેકટરને સંગઠિત ક્ષેત્રમાં લાવવા માટે પગલા ઉઠાવવાની જરૂર છે. એવામાં તેમના માટે વ્યાજ દર, ટેક્સમાં છૂટ હોવી જોઇએ. જેના દ્ધારા આપણે અસંગઠિત ક્ષેત્રના લોકોને સંગઠિત ક્ષેત્રમાં વેલકમ કરવું જોઇએ.
 
સવાલઃ બે વર્ષ પહેલા જેટલીએ કોર્પોરેશન ટેક્સ 30 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાની વાત કરી હતી. જે દિશામાં હજુ કોઇ કામ થયુ નથી. ત્યારે આપને શું આશા છે.
 
જવાબઃ ટેક્સ રેટમાં ઘટાડો થવો જોઇએ. તે વ્યક્તિગત અને કોર્પોરેટ લેવલે પણ થવું જોઇએ. ઉપરાંત, ટેક્સ કાયદા અને તેના એડમિનિસ્ટ્રેશનની પ્રક્રિયાને પણ સરળ કરવી જોઇએ. ટેક્નોલોજી દ્ધારા આમ કરી શકાય છે. જે રીતે ટેક્સ રિફંડની પ્રોસેસને સરળ કરવામાં આવી તે જ રીતે આઇટીઆર ફાઇલ કરવાથી લઇને ટેક્સ રિલેટેડ અન્ય પ્રક્રિયા પણ સરળ કરવી જોઇએ.
 
સવાલઃ ડિમોનેટાઇઝેશન પછી જે રીતે સરકાર દરરોજ નવા ટેક્સ ઓર્ડર લાવી રહી છે તેનાથી તમને એવું નથી લાગતું કે ટેક્સ અધિકારીઓની દખલ વધશે?
 
જવાબઃ ડિમોનેટાઇઝેશનને લઇને કોમ્યુનિકેશનનો ફર્ક છે. સીધીવાત છે જેમને ટેક્સ ભરવો છે તેવા પ્રામાણિક માણસોને કોઇનાથી ડરવાની જરૂર નથી. તકલીફ એમને છે જેમને ટેક્સ ભરવો નથી.
 
સવાલઃ ડિમોનેટાઇઝેશથી બજેટ પ્લાનિંગ પર કોઇ નેગેટિવ ઇમ્પેક્ટ થઇ શકે છે
 
જવાબઃ મે અગાઉ કહ્યું તેમ ડિમોનેટાઇઝેશન એક યૂનીક ઇવેન્ટ છે. તેની શું અસર થશે, તેની પર અગાઉથી કોઇ આકલન ન કરી શકાય. આ નિર્ણયને લઇને વિચાર સારો છે. જેનો લોંગ ટર્મમાં ફાયદો મળશે. મારૂ માનવું છે કે તે સમય આવી રહ્યો છે. 
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Interview Of Ficci President And Expectations From The Budget
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.