• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» CPI Drops To 5 Months Low At 2.18 Per Cent Following Decreased Prices Of Food-Items

5 વર્ષના નીચા સ્તરે પહોંચી મોંઘવારી, મેમાં 2.18 ટકાના તળિયે રીટેલ ફુગાવો

નવી દિલ્હીઃ શાકભાજી, દાળો સહિતની વિવિધ ખાદ્યચીજોની કિંમતોમાં ઘટાડાના કારણે રીટેલ ઇન્ફ્લેશન (કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ- સીપીઆઇ) 2012 પછી પ્રથમવાર નીચા સ્તરે આવ્યો છે. મેમાં રીટેલ ફુગાવો 2.18 ટકા થયો હતો, જે એપ્રિલમાં 2.99 ટકા હતો. ગયા વર્ષે મેમાં રીટેલ ફુગાવો 5.76 ટકા હતો. કપડાં, મકાન, ફ્યુઅલની કિંમતો ઘટવાથી મોંઘવારી ઘટી છે. આરબીઆઇ પર વધી શકે છે વ્યાજ દર ઘટાડાનું દબાણ...
 
- રીટેલ ઇન્ફ્લેશનનો આ આંકડો આરબીઆઇના 4 ટકાના મીડિયમ ટર્મ થ્રેસોલ્ડથી પણ ઘણો નીચો છે. તેથી એવું મનાય છે કે તેનાથી આરબીઆઇ પર આગામી નાણાકીય પોલિસીમાં વ્યાજ દર ઘટાડવાનું દબાણ વધશે. 
- આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી આરબીઆઇની મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં કોઇ ફેરફાર થયો ન હતો.
 
ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાની અસર

- મેમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ નેગેટિવ 1.05 ટકા થયો હતો, જે મે 2016માં 7.47 ટકા હતો.
- રૂરલ કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ -0.60 ટકા થયો છે. દાળોના ગ્રુપ ઇન્ડેક્સમાં 1.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
- મેમાં શાકભાજીની કિંમતમાં 13.44 ટકાનો ઘટાડો નોંધાયો હતો. દાળો અને અન્ય ફૂ઼ડ આઇટમ્સની કિંમતમાં 19.45 ટકા ઘટાડો થયો હતો.
 
સતત ત્રીજા મહિને ઘટી મોંઘવારી

- મેમાં રીટેલ ફુગાવો સતત ત્રીજા મહિને ઘટ્યો છે. એપ્રિલમાં રીટેલ ફુગાવો ઘટીને 2.99 ટકા થઇ ગયો હતો, જે માર્ચમાં 3.89 ટકા હતો.
 
આઇઆઇપીને ફટકો, એપ્રિલમાં 3.1 ટકા ગ્રોથ
 
મેન્યુફેક્ચરિંગ, માઇનિંગ અને પાવર સેક્ટરમાં નરમાઇના કારણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (આઇઆઇપી)ને મોટો ફટકો પડ્યો છે. જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર, એપ્રિલમાં આઇઆઇપી ઘટીને 3.1 ટકા સ્તરે આવ્યો હતો, જે ગયા વર્ષે એપ્રિલમાં 6.5 ટકા હતો. જોકે, આ વર્ષે માર્ચની તુલનામાં પણ આઇઆઇપી ઘટીને 3.75 ટકા થયો હતો.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CPI drops to 5 months low at 2.18 per cent following decreased prices of food-items
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.