• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Consumer Can Decide To Pay Or Not Service Charge In Hotel And Restaurants

હોટલમાં સર્વિસ ચાર્જ આપવો કે નહિ તે ગ્રાહકની મરજી, સરકારે બનાવી ગાઇડલાઇન

નવી દિલ્હીઃ કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે હોટલ અને રેસ્ટોરાંમાં સર્વિસ ચાર્જ ચુકવવો જરૂરી નથી. પરંતુ તે આપવો કે નહીં તે સંપૂર્ણ રીતે ગ્રાહકની ઇચ્છા પર છે. તેથી હોટલ એ નક્કી ન કરી શકે કે કેટલા નાણાં સર્વિસ ચાર્જ તરીકે લેશે. સરકારે આ અંગેની ગાઇડલાઇન (માર્ગદર્શિકા)ને મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે આ ગાઇડલાઇન રાજ્યોને જરૂરી કાર્યવાહી કરવા માટે મોકલવામાં આવી રહી છે.
 
- ગાઇડલાઇન અનુસાર, હોટલ અને રેસ્ટોરન્ટ ગ્રાહકને જ્યારે બિલ આપે ત્યારે તેમાં સર્વિસ ચાર્જની કોલમ ખાલી રાખવી પડશે. જો ગ્રાહક પાસેથી આ પૈસા ખોટી રીતે વસૂલ કરવામાં આવશે તો ગ્રાહક કન્ઝ્યુમર ફોરમમાં તેની ફરિયાદ કરી શકશે.
 
સર્વિસ ટેક્સ નહીં આ ટિપ છે
 
પાસવાનના જણાવ્યા અનુસાર, સર્વિસ ચાર્જ ટેક્સ નથી માત્ર ટિપ છે. મિનિસ્ટ્રીએ આ અંગે એડવાઇઝરી પણ ઇશ્યુ કરી દીધી છે. જાન્યુઆરીમાં પણ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે હોટલ અને રેસ્ટોરાંમાં સર્વિસ ચાર્જ આપવો ગ્રાહક માટે જરૂરી નથી. તે સંપૂર્ણ રીતે ગ્રાહકની મરજી પર છે કે તેણે સર્વિસ ચાર્જ આપવો કે નહીં.
 
આગળની સ્લાઇડમાં જાણો- ગ્રાહક સુરક્ષા કાયદો શું કહે છે
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: consumer can decide to pay or not service charge in hotel and restaurants
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.