• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» CEA Arvind Subramaniun Said That Demonetisation Impacted On GDP Growth

નોટબંધીથી GDP ગ્રોથમાં 0.50% સુધી ઘટાડો, ડોમેસ્ટિક અને ગ્લોબલ લેવલ પર અનેક ચેલેન્જઃ અરવિંદ સુબ્રમણ્યન

નોટબંધીથી GDP ગ્રોથમાં 0.50% સુધી ઘટાડો, ડોમેસ્ટિક અને ગ્લોબલ લેવલ પર અનેક ચેલેન્જઃ અરવિંદ સુબ્રમણ્યન
નવી દિલ્હીઃનોટબંધીથી દેશના જીડીપી પર વર્તમાન નાણાકીય વર્ષ 2016-17માં 0.50 ટકા સુધી ઇમ્પેક્ટ પડશે. એટલે કે જીડીપી ગ્રોથમાં 0.25 ટકાથી લઇને 0.50 ટકાનો સંભવિત ઘટાડો આવશે. આ જોતા સરકારે ડીમોનેટાઇઝેશનની ઇમ્પેક્ટને નાબૂદ કરવા અનેક મહત્ત્વના પગલાં લેવા પડશે. આ સાથે નવી સ્ટ્રેટેજીમાં ગ્લોબલ ચેલેન્જને પણ ધ્યાનમાં રખાશે. આ વાતો આજે સંસદમાં ઇકોનોમી સરવે રજૂ થયા પછી મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પ્રેસ કોન્ફરન્સમાં કહી.
 
જીડીપીમાં 0.25-0.50 ટકા સુધી ઘટાડો

સુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર, નોટબંધીથી ઇકોનોમીમાં શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ બંને રીતે ખાસ ઇમ્પેક્ટ પડશે. શોર્ટ ટર્મમાં જ્યાં ઇન્ફોર્મલ સેક્ટર પર નેગેટિવ ઇમ્પેક્ટ પડી છે. જ્યારે લોંગ ટર્મમાં તેના ઘણા ફાયદા થશે. પરંતુ તે માટે રિમોનેટાઇઝેશનની પ્રોસેસ જેમ બને એમ ઝડપથી પૂરી કરવી પડશે. સુબ્રમણ્યન અનુસાર, ડીમોનેટાઇઝેશનના કારણે જીડીપી ગ્રોથમાં 0.25-0.50 ટકાનો ઘટાડો આવશે. આ ઘટાડો વર્ષ 2016-17ના પહેલાના સંભવિત અનુમાનના આધાર પર હશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ ઘટાડો વર્ષ 2015-16ના આધાર પર નહિ હોય.
 
નોટબંધી દરમિયાન આવી પડી ઇમ્પેક્ટ

સુબ્રમણ્યનના જણાવ્યા અનુસાર, નોટબંધી દરમિયાન ઇકોનોમીના મુખ્ય ઇન્ડિકેટર્સના એનાલિસિસમાં એ સ્પષ્ટ થયું છે કે કેશનો ઘટાડો થયો છે. બેન્કોમાં ડિપોઝિટ ખૂબ તીવ્ર રીતે વધી ગઇ છે. તેના કારણે લેન્ડિંગ રેટમાં 0.90 ટકા અને ગવર્ન્મેન્ટ સિક્યોરિટી રેટમાં 0.60 ટકાનો શરૂઆતી ઘટાડો આવ્યો છે.  જોકે, ઇન્ફોર્મલ સેક્ટર માટે કેશની તંગીએ પરેશાની વધારી છે. તેની અસર સ્મોલ ટ્રેડર્સ પર નેગેટિવ થઇ છે. એ જ રીતે, રીયલ એસ્ટેટ સેક્ટર પર પણ ખૂબ ખરાબ અસર પડી છે. તે ઉપરાંત બેન્કોના ક્રેડિટમાં રેકોર્ડ ઘટાડો થયો છે. ઓટોમોબાઇલ સેક્ટરમાં ટુ-વ્હીલર ઇન્ડસ્ટ્રી પર નેગેટિવ અસર થઇ છે. જોકે, સારી વાત એ છે કે નોટબંધી દરમિયાન રવીનું વાવેતર વધ્યું છે અને ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં પણ ડીમોનેટાઇઝેશનના કારણે વધારાની અસર નથી પડી.
 
અર્થતંત્ર માટે છે આ ચેલેન્જ
 
સુબ્રમણ્યનના જણાવ્યા અનુસાર, ડીમોનેટાઝેશનની ચેલેન્જની સાથે સાથે ડોમેસ્ટિક લેવલ પર બેન્કોની વધતી એનપીએ અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટની ઘટના એક મુખ્ય ચેલેન્જ છે. તે ઉપરાંત વૈશ્વિક સ્તરે ક્રુડની કિંમતમાં તેજી, વિશ્વના દેશો વચ્ચે વધતું ટ્રેડ ટેન્શન ઉપરાંત અનેક દેશો દ્વારા પ્રોટેક્શનિઝમને વધારવા પર ભાર એક મોટી ચેલેન્જ છે. તેથી આ બધા પડકારોનો સામનો કરવો પડશે.
 
S&Pની રેટિંગ પર સવાલ

સુબ્રમણ્યને રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પૂઅર્સની રેટિંગ પર પણ સવાલ ઊભો કર્યો છે. તેમનું કહેવું છે કે એજન્સીએ ભારત અને ચીનને રેટિંગ આપવામાં સમાન સ્ટાન્ડર્ડને અપનાવ્યા નથી. તેના કારણે ભારતની રેટિંગ ઇમ્પ્રુવ નથી થઇ. જ્યારે ચીનના જીડીપીથી લઇને અન્ય અનેક ઇકોનોમી ઇન્ડિકેટર એવા છે જે ચીનની ઇકોનોમીની નેગેટિવ તસવીર રજૂ કરે છે. તેમ છતાં તેને સારું રેટિંગ મળ્યું છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CEA Arvind Subramaniun said that demonetisation impacted on GDP growth
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.