• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Cabinet To Clear Hurdles For GST By Passing 4 GST Supplementary Legislations

જીએસટી લાગુ કરવાનો રસ્તો થશે સાફ, કેબિનેટ સોમવારે કરી શકે છે 4 બિલોને એપ્રુવ

જીએસટી લાગુ કરવાનો રસ્તો થશે સાફ, કેબિનેટ સોમવારે કરી શકે છે 4 બિલોને એપ્રુવ
નવી દિલ્હીઃ ગુડસ એન્ડ સર્વિસિસ ટેકસ 1 જુલાઈથી લાગુ કરવો તે અંગેનો રસ્તો સોમવારે સાફ થઈ શકે છે. આ દિવસે કેન્દ્રીય કેબિનેટ જીએસટીના પુરક બિલને એપ્રુવ કરવા પર વિચાર-વિમર્શ કરી શકે છે. કેબિનેટ દ્વારા મંજૂરી મળ્યા બાદ આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે. આ બિલો પાસ થયા બાદ જીએસટીને કાયદાકીય આધાર મળી જશે અને તેને 1 જુલાઈથી લાગૂ કરવાનું સરળ બની જશે.
 
કેબિનેટ બાદ સંસદમાં આવશે બિલ
 
જીએસટી લાગૂ કરતા પહેલા જીએસટીના સહયોગી બિલોને સંસદની મંજરી મળવી જરૂરી છે. તેમાં કમ્પેન્સેશન લો, સેન્ટ્રલ-જીએસટી અને ઈન્ટીગ્રેટેડ જીએસટી, યુનિયન ટેરિટરી-જીએસટી સામેલ છે. કેબિનેટના એપ્રુવલ બાદ આ બિલોને સંસદમાં રજૂ કરવામાં આવશે. આ 5 બિલોમાં સ્ટેટ-જીએસટીને દરેક રાજયની વિધાનસભામાંથી પાસ કરવાનું છે, જયારે અન્ય ચારને સંસદ દ્વારા મંજૂરી મળવી જરૂરી છે.
 
સોમવારે બોલાવવામાં આવી છે મિટિંગ
 
સૂત્રોએ જણાવ્યું છે કે સોમવારે કેબિનેટ મિટિંગ બોલાવવામાં આવી છે. તેમાં આ બિલોને મંજૂરી આપવામાં આવી શકે છે. અગાઉ થયેલી બે મિટિંગમાં જીએસટી કાઉન્સિંલ આ બિલોને મંજૂર કરી ચૂકી છે. સાથે જ સ્ટેટ-જીએસટી બિલને પણ કાઉન્સિલને મંજૂરી આપી દીધી હતી.
 
જીએસટીને લાગૂ કરવાનું બનશે સરળ
 
સરકારને આશા છે કે જીએસટી, યુટી-જીએસટી અને જીએસટી કમ્પેનસેશન લોને સંસદના હાલના સત્રમાં મંજૂરી મળી જશે. સાથે જ દરેક રાજયની વિધાનસભામાં પણ એસ-જીએસટીન મંજરી મળી જવાની આશા છે. બાદમાં જીએસટીને 1 જુલાઈથી લાગૂ કરવું સરળ બનશે.
 
જીએસટી કાઉન્સિલ આ બિલોને કરી ચૂકી છે એપ્રુવ
 
જીએસટી કાઉન્સિલ તેની પાછળની મિટિંગમાં પાંચ બિલોને મંજૂરી આપી ચૂકી છે. હવે 31 માર્ચ સુધી થનારી મિટિંગમાં રૂલ્સ અને રેગ્યુલેશન્સને મંજૂરી આપવામાં આવશે. કયા સામાન અને સર્વિસ પર કેટલો જીએસટી લાગશે, તે રૂલ્સ બન્યા બાદ નક્કી કરવામાં આવશે. કાઉન્સિલને હાલ ચાર રૂલ્સની મંજૂરીની જરૂરિયાત છે. તેમાં વેલ્યુએશન, ઈનપુટ ટેકસ ક્રેડિટ જેવા મામલાનો સમાવેશ થાય છે. તેના પહેલા કાઉન્સિલ 9 નિયમોને મંજૂરી આપી ચુકી છે, જેમાં રજીસ્ટ્રેશન, પેમેન્ટ, રિફન્ડ જેવા વિષય સામેલ હતા.
 
31 બાદ નક્કી થશે, કયા ગુડસ અને સર્વિસ પર કેટલો ટેકસ
 
અગાઉ નાણાં મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે 31 માર્ચ બાદ અલગ-અલગ ગુડસ અને સર્વિસિસ પર કેટલો જીએસટી લગાવવામાં આવશે, તે નક્કી કરવાનું શરૂ થશે. કાઉન્સિલે ચાર સ્લેબ નક્કી કર્યા છે. 5 ટકા, 12 ટકા, 15 ટકા અને 28 ટકા. જીએસટીમાં આ ચાર સ્લેબ નક્કી કરવામાં આવશે. તેની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેટલીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટોબેકો અને લકઝરી ગુડસ પર મેક્સિમમ 15 ટકાથી વધુ સેસ નહિ લગાવવામાં આવે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cabinet To Clear Hurdles For GST By Passing 4 GST Supplementary Legislations
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.