• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Cabinet On Wednesday Approved 2% Rise In DA For Central Employees

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મળી ભેટ, DAમાં 2% વધારાને કેબિનેટની મંજૂરી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે. કેબિનેટે બુધવારે મોંઘવારી ભથ્થા (ડીએ)માં 2 ટકા વધારો કરવાની મંજૂરી આપી છે. તે જાન્યુઆરી 2017થી લાગુ પડશે. કેન્દ્ર કેન્દ્ર સરકારના આશરે 48 લાખ કર્મચારીઓ અને લગભગ 55 લાખ પેન્શનરને તેનો ફાયદો થશે. ઉલ્લેખ છે કે સરકાર કર્મચારીઓને તેમની આવક પર મોંઘવારી અસરને હળવી કરવા માટે મોંઘવારી ભથ્થું આપીને તેમાં રાહત આપે છે. વધેલી મોંઘવારીથી મળશે રાહત...
 
કેબિનેટની મહત્ત્વની વાતો...
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મીટિંગમાં આ નિર્ણય લેવાયો.
- હાલના 2 ટકા ડીએ પર વધુ 2 ટકા એલાઉન્સ બેઝિક કે પેન્શન પર મળશે. આ વધારો સાતમા પગાર પંચની ભલામણો અનુસારની ફોર્મ્યુલા પર આ આધારીત છે.
- આ વધારાના કારણે સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.5865 કરોડનો બોજ પડશે. 
- કેન્દ્ર સરકારે આઇઆઇટી સુધારા બિલ, 2017ને પણ મંજૂરી આપી છે. તે અનુસાર આઇઆઇટીમાં પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપને વધારવામાં આવશે.
- આંધ્રપ્રદેશને વિશેષ સહાયતા આપવા માટે પણ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે.
- ઉત્તર પ્રદેશમાં નેશનલ હાઇવે-2 પર વારાણસીથી હંડિયા સેક્શનને 6 લેન કરવાના પ્રસ્તાવને પણ મંજૂર કરવામાં આવ્યો છે.
 
ગયા વર્ષે પણ ડીએમાં થયો હતો 2 ટકા વધારો 

- પહેલી જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2017 વચ્ચે સીપીઆઇ-આઇડબલ્યુના સરેરાશ 4.95 ટકા રહેવાનું અનુમાન છે. સરકાર ગયા વર્ષે 1 જુલાઇ, 2016થી 2 ટકા મોંઘવારી ભથ્થું વધારી ચૂકી છે. હવે ડીએમાં 2 ટકાનો વધારે વધારો કરવામાં આવ્યો છે.
- આ નવો વધારો જાન્યુઆરી 2017થી લાગુ થશે.
 
શ્રમિક સંગઠને વ્યક્ત કરી નિરાશા
 
શ્રમિક સંગઠને 2 ટકાના વધારાથી નિરાશા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે આનાથી તેમને મોંઘવારી સામે બહુ મદદ નહિ મળે. કેન્દ્રીય કર્મચારી સંગઠને જણાવ્યું હતું કે લેબલ બ્યુરો અને કૃષિ મંત્રાલય તરફથી આંકવામાં આવેલી વસ્તુઓની કિંમતોમાં વૃદ્ધિના પ્રમાણમાં ઘણું અંતર છે. 
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cabinet on Wednesday approved 2% rise in DA for central employees
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.