• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Cabinet Approves 4 GST Laws; Will Introduce In Parliament This Week

કેબિનેટે 4 GST બિલોને આપી મંજૂરી, આજે થઈ શકે છે સંસદમાં રજૂ

કેબિનેટે 4 GST બિલોને આપી મંજૂરી, આજે થઈ શકે છે સંસદમાં રજૂ
નવી દિલ્હીઃ ગુડસ એન્ડ સર્વિસ ટેકસ ( જીએસટી)ને 1 જુલાઈથી લાગુ કરવાનો રસ્તો આજે સાફ થઈ ગયો છે. કેન્દ્રીય કેબિનેટે જીએસટી સાથે જોડાયેલા 4 બિલોને એપ્રિવ કરી દીધા છે. કેબિનેટ તરફથી મળેલી મંજૂરી બાદ આ બિલોને આ સપ્તાહમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેને આજે પણ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે.
 
આ બિલો પાસ થયા બાદ જીએસટીને કાયદાકીય આધાર મળી જશે અને તેને 1 જુલાઈથી લાગૂ કરવાનું સરળ બનશે. કેબિનેટે સોમવારે કમ્પેન્સેશન લો, સેન્ટ્રલ-જીએસટી ( જી-જીએસટી) અને ઈન્ટીગ્રેટેડ જીએસટી ( આઈ-જીએસટી) અને યુનિયન ટેરિટરી-જીએસટી( યુટી-જીએસટી)ને મંજરી આપી છે.
 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાનની અધ્યક્ષતા વાળી કેબિનેટેમાં સોમવારનો એજન્ડા માત્ર જીએસટી સાથે જોડાયેલા આ બિલો હતા. સંસદ પાસેથી મંજૂીરી મળ્યા બાદ રાજય સરકારો પોતાના એસજીએસટી બિલને વિધાનસભાઓમાં પાસ કરવાની પ્રોસેસ શરૂ કરશે.
 
જીએસટીને લાગૂ કરવાનું બનશે સરળ
 
સરકારને આશા છે કે જીએસટી, યુટી-જીએસટી અને જીએસટી કમ્પેનસેશન લોને સંસદના હાલના સત્રમાં મંજૂરી મળી જશે. સાથે જ દરેક રાજયની વિધાનસભામાં પણ એસ-જીએસટીન મંજરી મળી જવાની આશા છે. બાદમાં જીએસટીને 1 જુલાઈથી લાગૂ કરવું સરળ બનશે.
 
જીએસટી કાઉન્સિલ આ બિલોને કરી ચૂકી છે એપ્રુવ   
 
જીએસટી કાઉન્સિલ તેની પાછળની મિટિંગમાં પાંચ બિલોને મંજૂરી આપી ચૂકી છે. હવે 31 માર્ચ સુધી થનારી મિટિંગમાં રૂલ્સ અને રેગ્યુલેશન્સને મંજૂરી આપવામાં આવશે.કયા સામાન અને સર્વિસ પર કેટલો જીએસટી લાગશે, તે રૂલ્સ બન્યા બાદ નક્કી કરવામાં આવશે. કાઉન્સિલને હાલ ચાર રૂલ્સની મંજૂરીની જરૂરિયાત છે. તેમાં વેલ્યુએશન, ઈનપુટ ટેકસ ક્રેડિટ જેવા મામલાનો સમાવેશ થાય છે. તેના પહેલા કાઉન્સિલ 9 નિયમોને મંજૂરી આપી ચુકી છે, જેમાં રજીસ્ટ્રેશન, પેમેન્ટ, રિફન્ડ જેવા વિષય સામેલ હતા.
 
31 માર્ચ બાદ નક્કી થશે, કયા ગુડસ અને સર્વિસ પર કેટલો લાગશે ટેકસ  
 
અગાઉ નાણાં મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે 31 માર્ચ બાદ અલગ-અલગ ગુડસ અને સર્વિસિસ પર કેટલો જીએસટી લગાવવામાં આવશે, તે નક્કી કરવાનું શરૂ થશે. કાઉન્સિલે ચાર સ્લેબ નક્કી કર્યા છે. 5 ટકા, 12 ટકા, 15 ટકા અને 28 ટકા. જીએસટીમાં આ ચાર સ્લેબ નક્કી કરવામાં આવશે. તેની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેટલીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ટોબેકો અને લકઝરી ગુડસ પર મેક્સિમમ 15 ટકાથી વધુ સેસ નહિ લગાવવામાં આવે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cabinet Approves 4 GST Laws; Will Introduce In Parliament This Week
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.