• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Relationship With Brother Cordial, Telecom Ventures Will Always Be Separate: Anil Ambani

ભાઇ મુકેશ સાથે સંબંધ સારા, આ અંગે અટકળો બિનજરૂરી: અનિલ અંબાણી

નવી દિલ્હીઃ અનિલ અંબાણીએ શુક્રવારે લાંબા સમય બાદ મોટા ભાઇ મુકેશ અંબાણી સાથેના સંબંધોને લઇને નિવેદન આપ્યું છે. અનિલે કહ્યું છે કે તેમના મોટાભાઇ મુકેશ સાથે તેમના સંબંધો ઘણાં સારા છે. બાકી જે વાતો થઇ રહી છે તે બિનજરૂરી અને પાયા વગરની છે. તેમની વચ્ચે બિઝનેસ સંબંધ હોવા છતાં પણ ટેલિકોમ કંપનીઓ અલગ-અલગ કામ કરી રહે છે. મહત્વનું છે કે ધીરુબાઇ અંબાણીના નિધન બાદ 2005માં કંપનીઓની વહેંચણી થઇ ગઇ હતી.
 
અમારી સ્ટ્રેટેજીક ભાગીદારી ચાલુ રહેશે
 
- અનિલ અંબાણીએ શુક્રવારે મીડિયાને કહ્યું‌‌ ‌‌- "મારા ભાઇ (મુકેશ અંબાણી)ની સાથે સંબંધ ગાઢ, સાર્થક અને સન્માનજનક છે. જેથી આ અંગે કોઇ પણ પ્રકારની અટકળો બેબુનિયાદ છે.
- રિલાયન્સ કોમ્યુનિકેશન અને રિલાયન્સ જિયોની વચ્ચે રિલેશનશિપને લઇને પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે બન્ને કંપનીઓ અલગ અલગ છે અને ભવિષ્યમાં પણ આમ જ કામ કરતી રહેશે.
- તેમણે કહ્યું, "સ્પેક્ટ્રમ, ફાઇબર, ઇન્ટ્રા સર્કલ રોમિંગ, ટાવર અને ઘણાં અન્ય સેકટરમાં અમારી સ્ટ્રેટેજીક ભાગીદારી છે. જેનાથી સહયોગ, કોસ્ટ સેવિંગ્ઝ વધી શકે છે અને આ સ્ટ્રેટેજીક રોડમેપ છે જે આગળ પણ યથાવત રહેશે"
રિલાયન્સ કોમ્યુનિકેશન પર 45 હજાર કરોડનું દેવું
  • રિલાયન્સિ કોમ્યુનિકેશન પર 45 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. અનિલ અંબાણીએ શુક્રવારે કહ્યું કે બેન્કોએ તેમની સ્ટ્રેટેજિક ડેટ રિસ્ટ્રક્ચરિંગ (એસડીઆર) પ્રપોઝલ મંજૂર કરી લીધી છે. 60% રકમ ચુકવવા માટે બેન્કોએ ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.
લોન ચુકવવા માટેRcom અને Aircelમળીને બનશે Aircom
- આરકોમના ચેરમેન અનિલ અંબાણીએ કહ્યું- " કંપનીએ ડેટ રિડક્શન પ્લાન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ કેટલીક એસેટ્સ વેચવા માટે બ્રુકફિલ્ડની સાથે કરાર કર્યો છે જેનાથી કંપનીને દેવું ચુકવવામાં મદદ મળશે. મર્જર બાદ નવી કંપની એરકોમ નામે ઓળખાશે.
 
ટેલીકોમ કંપનીઓમાં છટણીનો સમય
 
ભારતનાટેલિકોમ સેક્ટરમાં ગળાકાપ સ્પર્ધાના કારણે વર્ષે દેશની ટેલિકોમ કંપનીઓ 30-40 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સના સીએફઓ પુનિત ગર્ગે ટેલિકોમ સેક્ટરની સ્થિતિ અંગે શુક્રવારે મુંબઇમાં પ્રેઝન્ટેશન આપતી વખતે પત્રકારોને આમ જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે ટેલિકોમ સેક્ટર ભારતીય અર્થતંત્રમાં સર્વાધિક ટેક્સ ધરાવતા સેક્ટર્સમાં સ્થાન ધરાવે છે.

નોંધનીય છે કે છેલ્લા બે ક્વાર્ટરથી ટેલિકોમ કંપનીઓ તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહી છે, જેના કારણે તેમને નાણાકીય નુકસાન થઇ રહ્યું છે. સ્પર્ધામાં ટકી રહેવા તેમને વર્કફોર્સ ઘટાડવાની ફરજ પડી છે. ગર્ગે એમ પણ જણાવ્યું કે છેલ્લા એક વર્ષ દરમિયાન ભારતીય ટેલિકોમ કંપનીઓએ અંદાજે 10 હજાર કર્મચારીઓની છટણી કરી છે.
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Relationship with brother cordial, telecom ventures will always be separate: Anil Ambani
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.