• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Yahoo To Rename As Altaba Inc With CEO Mayer Leaving Board

વેરાઇઝન સાથે ડીલ પછી Yahoo નું નામ હશે Altaba, CEO મેરિસા પણ આપશે રાજીનામું

વેરાઇઝન સાથે ડીલ પછી Yahoo નું નામ હશે Altaba, CEO મેરિસા પણ આપશે રાજીનામું
સાન ફ્રાન્સિસ્કો:  Yahoo ની કોર્પોરેટ આઇડેન્ટિટી બદલાવા જઇ રહી છે. કંપનીનું નવુ નામ હવે બદલાઇને Altaba Inc. થવા જઇ રહ્યું છે. જો 4.8 અબજ ડોલરની વેરાઇઝન ડીલ થઇ જાય છે તો કંપનીના બોર્ડની સાઇઝ પણ અડધી થઇ જશે. જણાવી દઇએ કે યાહૂ પોતાની ડિજિટલ સર્વિસિઝ વેરાઇઝન કોમ્યુનિકેશનને વેચવા જઇ રહી છે. જે હેઠળ ઇમેલ, વેબસાઇટ્સ, મોબાઇલ એપ્સ અને એડવર્ટાઇઝિંગ ટૂલ્સ વેરાઇઝનને મળી જશે. સીઇઓ મેરિસા મેયરને પણ રાજીનામું આપવું પડશે...
 
 
 
- આ ડીલથી જોડાયેલા એક અધિકારીના જણાવ્યા અનુસાર, નવુ નામ alternative and Alibaba  નું કોમ્બિનેશન છે.  
- યાહૂના 10 મેમ્બરવાળા બોર્ડમાં હાલ મેરિસા મેયર સહિત ચાર ડાયરેકટર છે. વેરાઇઝન ડીલ બાદ આ બધા બોર્ડમાંથી રાજીનામું આપશે.
- હાલમાં યાહૂ એકાઉન્ટ્સનું હેકિંગ બે અલગ અલગ ઘટનાઓ બાદ વેરાઇઝન ડીલ ખતરામાં પડી ગઇ હતી.
- આ હેકિંગમાં 1 અબજથી વધુ યૂઝર્સના એકાઉન્ટમાં પર્સનલ જાણકારીઓ ચોરાઇ હતી.   
 
એરિક બ્રાન્ટ બન્યા કંપનીના ચેરમેન
 
- ફેરફાર હેઠળ સોમવારે યાહૂના ડાયરેક્ટર એરિક બ્રાન્ટ કંપનીના ચેરમેન બન્યા.
- બ્રાન્ટને મેનાર્ડની જગ્યાએ ઓપોઇન્ટ કરવામાં આવ્યા. વેબ વેરાઇઝન ડીલ પૂરી થવા સુધી તેના ચેરમેન એમિરેટ્સ રહેશે.
 
શું છે યાહૂ-વેરાઇઝન ડીલ?
 
- જુલાઇ 2016 માં 4.5 અબજ ડોલર 4.5 અબજ ડોલર (અંદાજે 32 હજાર કરોડ રૂપિયા) માં યાહૂ વેરાઇઝન ડીલ પર સહમતિ બની હતી.
- ડીલ હેઠળ વેરાઇઝન યાહૂના કોર ઇન્ટરનેટ બિઝનેસ (ઇમેલ સર્વિસિઝ, સ્પોર્ટ્સ વર્ટિકલ્સ અને એપ્સ)ને ખરીદવાની હતી.
 
યાહૂની પાસે બચશે અલીબાબાના 15 ટકા શેર 
 
- આ ડીલ બાદ યાહૂની પાસે દિગ્ગજ ચાઇનીઝ કંપની અલીબાબાના શેર ઉપરાંત કંઇ નહીં બચે 
- હાલના સમયમાં યાહૂની પાસે અલીબાબાના 15 ટકા શેર છે.
- અલીબાબા હાલના સમયમાં અંદાજે 35 અબજ ડોલરની કંપની છે 

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.