• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» US House Clears The 600 Billion Dollar Bill To Boost Defense Ties Between India And Us

અમેરિકન સંસદે પાસ કર્યું 600 અબજ ડોલરનું બિલ, ભારત સાથે સુરક્ષા સહયોગ વધશે

વોશિંગ્ટનઃ સંરક્ષણ ક્ષેત્રમાં ભારત સાથે સંબંધો મજબૂત બનાવવા અમેરિકન સંસદે 621.5 અબજ ડોલરના બિલને મંજૂરી આપી દીધી છે. આ નેશનલ ડિફેન્સ ઓથરાઇઝેશન એક્ટ 2018 હેઠળ થશે, જેને સુધારા પછી મંજૂરી આપી દેવાઇ છે.
 
ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી
 
ભારતીય અમેરિકન સાંસદ એમી બેરાએ જણાવ્યું કે અમેરિકા વિશ્વનું સૌથી જૂનું લોકતંત્ર છે અને ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. તેથી એ ખૂબ જરૂરી છે કે એવા રસ્તા વિકસિત કરવા જોઇએ કે જેથી બંને દેશો વચ્ચે સુરક્ષા સંબંધો વધુ આગળ વધે.
 
180 દિવસ મળવા જોઇએ

બેરાએ જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે સહયોગ અમારા ડિફેન્સને વધારે મજબૂત કરે છે અને તેનાથી 21મી સદીની સુરક્ષા સંબંધી પડકારોનો સામનો કરવાની કાબેલિયત પણ વધશે. આ એક્ટ પસાર થયા પછી અમેરિકાના સુરક્ષા પ્રધાન અને ગૃહપ્રધાન પાસે ભારત અને અમેરિકાના સંરક્ષણ સંબંધો આગળ વધારવાની વ્યુહરચના બનાવવા માટે 180 દિવસનો સમય હશે. જોકે, હાલ તેને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સહી માટે વ્હાઇટ હાઉસ મોકલવામાં આવશે.
 
ભારતનો રોલ વધી રહ્યો છે

આ દરમિયાન અમેરિકાના એક સીનિયર સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે ભારત અને અમેરિકાના સુરક્ષા સંબંધો સકારાત્મક માર્ગે ચાલી રહ્યા છે. આપણે એશિયાના સુરક્ષા માહોલ પર નજર નાખીએ તો ભારતનો રોલ વધી રહ્યો છે. અમે જોઇએ છીએ કે ભારત અને અમેરિકા તાલમેલ સાથે ચાલી રહ્યા છે. અમારા હિત પણ સરખા છે.
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: US House clears the 600 billion dollar bill to boost defense ties between India and Us
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.