• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Tim Cook Got 15 Per Cent Less Salary Due To Decline In Sale Of IPhones

iPhoneનું વેચાણ ઘટતા Apple CEO ટિમ કૂકના પગારમાં 15% કાપ

સાન ફ્રાંસિસ્કોઃ કંપનીનો ટાર્ગેટ પૂરો નહિ થવાથી Appleએ CEO ટિમ કૂકની સેલરીમાં 15 ટકાનો કાપ મૂક્યો છે. છેલ્લા 15 વર્ષમાં પ્રથમવાર એવું બન્યું કે આઇફોન બનાવતી આ કંપનીના વેચાણમાં ઘટાડો થયો છે. જોકે, આ કાપ છતાં ટિમને 2016માં આશરે રૂ.60 કરોડ (87 લાખ ડોલર) પગાર મળ્યો છે. આ રકમ 2015માં તેમને મળેલી રૂ.70 કરોડ (103 લાખ ડોલર)ની સેલેરીથી રૂ.10 કરોડ ઓછી છે.
 
 
કંપનીએ શું કારણ આપ્યું?
 
- કંપનીએ 2016માં રેવન્યુ અને ઓપરેટિંગ પ્રોફિટમાં થયેલા લોસને મોટું કારણ ગણાવ્યું છે. કંપનીની રેવન્યુ લગભગ 8 ટકા ઘટીને 216 અબજ ડોલર થઇ ગઇ.
- કંપનીનો ઓપરેટિંગ પ્રોફિટ 16 ટકા ઘટીને 60 અબજ ડોલર થયો છે.
- આ જ કારણ છે કે 2007 પછી પ્રથમવાર એવું બન્યું કે કંપનીના આઇફોનનું વેચાણ ઓછું થયું.
 
ટિમ કૂકને ક્યારે કેટલી સેલરી મળી
2015: 70 કરોડ રૂપિયા
2016: 60 કરોડ રૂપિયા
કેટલો કાપઃ 15 ટકા
 
2001 પછી પ્રથમવાર આવું બન્યું

- 2001 પછી પહેલીવાર એવું થયું છે કે કંપનીની વાર્ષિક આવકમાં ઘટાડો આવ્યો છે. અગાઉ જ્યારે વાર્ષિક આવક ઘટી હતી ત્યારે કંપનીના કો-ફાઉન્ડર અને પૂર્વ સીઇઓ સ્ટીવ જોબ્સે iPodને વિશ્વમાં રજૂ કરી દીધું હતું.
- આ ડિજિટલ મ્યુઝિક પ્લયરે iPhone અને iPad માટે જગ્યા બનાવી આપી.
- તે પછી આઇફોને મોબાઇલની દુનિયામાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. તેના જોર પર કંપનીએ જોરદાર કમબેક કર્યું.
- ભલે વિશ્વના મોટા ભાગના સ્માર્ટફોન એન્ડ્રોઇડ પર ચાલતા હોય, પરંતુ આઇફોન બેહદ લોકપ્રિય ફોન રહ્યો છે અને તે સ્ટેટસ સિમ્બોલ બન્યો છે.
 
પ્રોફિટ સાથે જોડાયેલું છે ટિમનું પે પેકેજ

- ચીનમાં એપ્પલના આઇફોનના વેચાણમાં મોટો ઘટાડો આવ્યો છે. તેના કારણે કંપનીને ટિમ કૂકના પેકેજમાં 15 ટકાનો ઘટાડો કરવો પડ્યો.
- કૂકે 2011માં કંપનીનું સંચાલન સંભાળ્યું હતું. તેના પેકેજનો એક હિસ્સો કંપનીના એન્યુઅલ પરફોર્મન્સ સાથે જોડાયેલો છે.
- આ કારણ છે કે કંપનીના પરફોર્મન્સ નબળું પડ્યું તો તેમના પગાર પર પણ તેની અસર પડી.
 
આગળની સ્લાઇડમાં વાંચો- હવે કંપનીને શેના પર છે આશા-અપેક્ષા

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.