• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Single Window Clearance System Will Give All Necessary Approval Through Online

એક્સપોર્ટ-ઈમ્પોર્ટ માટે બનશે ઓનલાઈન સિંગલ વિન્ડો કલીયરન્સ, મોદી સરકારનો બિગ પ્લાન

એક્સપોર્ટ-ઈમ્પોર્ટ માટે બનશે ઓનલાઈન સિંગલ વિન્ડો કલીયરન્સ, મોદી સરકારનો બિગ પ્લાન
નવી દિલ્હીઃ મોદી સરકાર ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની દિશામાં એક મોટું પગલું ભરવા જઈ રહી છે. આ અંતર્ગત ઈન્ટરનેશનલ ટ્રેડ માટે ઓનલાઈન સિંગલ વિન્ડો કલીયરન્સ સિસ્ટમ લાગૂ કરવાની તૈયારી છે. એટલે કે એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના બિઝનેસ માટે એપ્રુવલ ઓનલાઈન અને એક જ પ્લેટફોર્મ પરથી મળી શકશે. આ પગલા દ્વારા એક્સપોર્ટ અને ઈમ્પોર્ટનો બિઝનેસ કરવો ખુબ જ સરળ થઈ જશે.
 
શું છે તૈયારી
 
ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ડસ્ટ્રીયલ પોલિસી અને પ્રમોશન પાસેથી મળેલી જાણકારી પ્રમાણે, સરકાર ઈન્ટરનેશનલ ટ્રેડને સરળ કરવા માટે સિંગલ વિન્ડો કલીયરન્સ સિસ્ટમ ડેવલોપ કરવાની તૈયારીમાં છે. જે સંપૂર્ણ રીતે ઓનલાઈન હશે. એટલે કે તમામ કલીયરન્સ ઓનલાઈન જ બિઝનેસમેનને મળી જશે.
 
શું થશે ફાયદો
 
નવી ઓનલાઈન સિંગલ વિન્ડો કલીયરન્સ સિસ્ટમથી બિઝનેસમેનને ટ્રેડ રિલેટેડ તમામ પ્રકારની માહિતી અને કલીયરન્સ મળી જશે. એટલે કે એક્ઝિમ એપ્રુવલ કલીયરન્સ, ટ્રેડ એગ્રીમેન્ટ, એકસપોર્ટ પ્રમોશન અને ઈન્સેન્ટિવ સ્કીમ સહિત બીજી તમામ જરૂરિયાતો અહીંથી જ પુરી થઈ જશે. આ અંતર્ગત કસ્ટમ, એકસાઈઝ, જીએસટી સહિત બીજા મહત્વના એપ્રુવલ આવશે નહિ. 
 
બધુ ઓનલાઈન થશે
 
નવી સિસ્ટમમાં એકસપોર્ટર અને ઈમ્પોર્ટર દ્વાર એપ્લાઈ કરવું, ડોકયુમેન્ટ કલીયરન્સ વગેરે સંબધિત ડિટેલ ઓનલાઈન જ કરવાની રહેશે. સાથે જ તેને તમામ એપ્રુવલ પણ ઓનલાઈન જ મળશે. તેના માટે તેણે કોઈ સરકારી ઓફિસોમાં ધક્કા ખાવા નહિ પડે.
 
કનસલ્ટિંગ એજન્સીઓ તૈયાર કરશે રોડમેપ
 
નવી ઓનલાઈન સિંગલ વિન્ડો કલીયરન્સ સિસ્ટમથી બિઝનેસમેનને ટ્રેડ રિલેટેડ તમામ પ્રકારની માહિતી મળશે અને કલીયરન્સ પણ મળી જશે. એટલે કે આ અંતર્ગત એક્ઝિમ એપ્રુવલ કલીયરન્સ, ટ્રેડ એગ્રીમેન્ટ, એક્સપોર્ટ પ્રમોશન અને ઈન્સેન્ટિવ સ્કીમ સહિત બીજી તમામ જરૂરિયાત અહીંથી જ પુરી થઈ જશે. આ અંતર્ગત કસ્ટમ, એકસાઈઝ, જીએસટી સહિત બીજા પ્રમુખ એપ્રુવલ નહીં આવે.
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Single Window Clearance System Will Give All Necessary Approval Through Online
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.