• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Putin Lives Luxurious And Daring Life Known As James Bond Of Russia

રશિયાના જેમ્સ બોન્ડ ગણાય છે પુટિન, અઢળક સંપત્તિ અને સાહસોથી ભરપૂર છે જિંદગી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની મુલાકાતે છે. આ દરમિયાન રશિયાના વડાપ્રધાન વ્લાદિમિર પુટિન સાથે પણ તેમની મુલાકાત થશે. પીએમ મોદીએ પોતાના બાળપણમાં ચા વેચી હતી તો રશિયાના રાષ્ટ્રપતિ પુટિને જાસૂસ તરીકે તેમની કેરીયર શરૂ કરી હતી. પુટિનને રશિયાના જેમ્સ બોન્ડ પણ કહેવામાં આવે છે. ફોર્બ્સે 2016માં સતત ચોથા વર્ષે પુટિનને વિશ્વના સૌથી શક્તિશાળી નેતા ગણાવ્યા હતા.
 
પુટિનની સંપત્તિ પર `રહસ્ય'
 
પુટિન મૂળ જાસૂસ હોવાથી તેમના વિશે અનેક રહસ્યમય બાબતો ગુંથાયેલી છે, જે કોઇ જાણતું નથી. તેમના અંગેનું એક સૌથી મોટું રહસ્ય તેમની સંપત્તિ અંગેનું છે.  સત્તાવાર રીતે તેમની સંપત્તિનો કોઇ આંકડો મળતો નથી. `ટાઇમ મની'એ ક્રેમલિનના પૂર્વ મિડ લેવલ એડવાઇઝર સ્તાનિસ્લોવ બેલ્કોવિસીનું અનુમાન વધારે નજીકનું ગણ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, 2007માં પુનિટ પાસે આશરે 40 અબજ ડોલરની સંપત્તિ હતી. બેલ્કોવિસીએ તે સમયે ગાર્જિયનને જણાવ્યું હતું કે, `ઓછામાં ઓછી 40 અબજ ડોલર સંપત્તિ છે. જોકે, અધિકતમ કેટલી સંપત્તિ છે તેની કોઇ જાણકારી નથી.'
 
ફોર્બ્સે 2015માં અબજોપતિઓની લિસ્ટમાં પુટિનને સામેલ કર્યા ન હતા, કારણ કે મેગેઝિને કહ્યું હતું કે તે તેમની સંપત્તિનું આકલન નથી કરી શક્યું.
 
આગળની સ્લાઇડમાં વાંચો- ઓઇલ કંપનીઓમાં પણ તેમનો હિસ્સો...
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Putin lives luxurious and daring life known as James Bond of Russia
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.