• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Petrol Prices Are Very Cheap In These 10 Countries,Know How Much

ભારતમાં 54 વર્ષ પહેલા પેટ્રોલ મળતું 72 પૈસામાં, આ 10 દેશોમાં હાલ આટલું છે સસ્તું

દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવની કિંમત રોજેરોજ નક્કી થશે. તે પ્રમાણે ઓઇલ કંપનીઓ દરરોજ સવારે છ વાગ્યે નવા ભાવ જાહેર કરશે. વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઇલની કિંમત તેના ટોચના લેવલથી આશરે 70 ટકાથી વધુ ગબડી છે, પરંતુ ભારતમાં પેટ્રોલના ભાવમાં કોઇ ખાસ ઘટાડો થયો નથી તે અંગે દેશવાસીઓ ઘણીવાર કચવાટ અને રોષ વ્યક્ત કરે છે. આપણે ત્યાં હાલ પેટ્રોલના ભાવ 70 રૂપિયાની નજીક રહ્યા છે. 
 
પાંચ દાયકા પહેલા 60-70 પૈસામાં મળતું પેટ્રોલ
 
જૂની પેઢીના લોકો એટલે 50 વર્ષની મોટી ઉમંરની વ્યક્તિઓ જૂનો જમાનો યાદ કરતા કહે છે કે અમારા સમયે 60-70 પૈસામાં લિટર પેટ્રોલ મળતું હતું! આવું સાંભળીએ ત્યારે આપણે આશ્ચર્ય થાય છે. પરંતુ હકીકતમાં વિશ્વના કેટલાક દેશો છે ત્યાં પેટ્રોલના ભાવ હાલ પણ એકદમ સસ્તાં છે. લિટર પેટ્રોલનો ભાવ પૈસામાં ગણી શકાય એટલો છે. એક દેશમાં તો 64 પૈસામાં લિટર પેટ્રોલ મળે છે. આ સાથે પેટ્રોલનો ભાવ આપણા કરતા મોંઘો હોય એવા પણ દેશ છે. જેમકે હોંગકોંગમાં લિટર પેટ્રોલની કિંમત રૂ.122.78 છે. અમે અહીં ક્યા દેશોમાં ખૂબ સસ્તું પેટ્રોલ મળે છે તેની માહિતી આપી રહ્યા છીએ.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો- ક્યા દેશમાં લિટર દીઠ પેટ્રોલનો કેટલો ભાવ....
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Petrol prices are very cheap in these 10 countries,know how much
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.