• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» Onion Exports Fall 6.75% In Apr-Jan Of 2015-16

ડુંગળીના એકસપોર્ટમાં 6.75%નો ઘટાડો

ડુંગળીના એકસપોર્ટમાં 6.75%નો ઘટાડો
નવી દિલ્હીઃડુંગળીના એકસપોર્ટમાં 2015-16ના પ્રથમ દસ મહિનામાં એટલે કે એપ્રિલથી જાન્યુઆરીની વચ્ચે 6.25 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ રીતે ડુંગળીનું એકસપોર્ટ ઘટીને 8.28 લાખ ટન રહ્યું છે. આ માટેનું કારણ ડુંગળીના વેચાણ પર વિદેશમાં લગાવવામાં આવેલો પ્રતિબંધ છે. નેશનલ હોર્ટિકલ્ચર રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના આંકડાઓમાંથી આ માહિતી પ્રકાશમાં આવી છે. 
 
જોકે વેલ્યુના મામલામાં આ દરમિયાન એકસપોર્ટ 35 ટકા વધી 2161.70 કરોડ રૂપિયાનું થયું છે. ગત વર્ષે આ ગાળા દરમિયાન  તે માત્ર 1597.99 કરોડ રૂપિયા રહ્યું હતું. ઉપલબ્ધ આંકડાઓના જણાવ્યા અનુસાર, ડુંગળીનું એકસપોર્ટ આ દરમિયાન 8,28,656 ટન રહ્યું હતું. ગત વર્ષે આ ગાળા દરમિયાન તે 8,88,673 ટન હતું. એકસપોર્ટમાં ઘટાડો મોટા ભાગે મિનિમમ એકસપોર્ટ પ્રાઈસમાં વધારો થવાને કારણે જોવા મળ્યો છે. એમઈપી જૂનમાં વધીને 425 ડોલર પ્રતિ ટન અને ગત વર્ષે ઓગસ્ટમાં 700 ડોલર પ્રતિ ટન થયું હતું. અગાઉ ઘરેલું બજારમાં ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ડુંગળીની કિંમતોમાં ઝડપી ઘટાડો થયો હતો.  
 
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Onion Exports Fall 6.75% In Apr-Jan Of 2015-16
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.