• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Oil »Facts» Mindblowing Facts About Saudi Arabia

સાઉદી અરેબિયાના રિયાધમાં રોજ વેચાય છે 100 ઊંટ, જાણો રોચક Facts

બિઝનેસ ડેસ્કઃ સાઉદી અરેબિયા મધ્યપૂર્વમાં સ્થિત એક મુસ્લિમ દેશ છે. આ એક ઇસ્લામી રાજતંત્ર છે જેની સ્થાપના ૧૭૫૦ની આસપાસ સઉદ દ્વારા કરાઈ હતી. અહીંની ધરતી રેતાળ છે તથા અાબોહવા ઉષ્ણકટિબંધીય રણપ્રદેશીય છે. ક્રુડ ઓઇલની નિકાસ કરતા વિશ્વના ટોચના નિકાસકાર દેશોમાં તે મોખરે ગણાય છે . સાઉદી અરેબિયાની પશ્ચિમ તરફ રાતો સમુદ્ર છે અને તેને પાર ઈજીપ્ત દક્ષિણ તરફ ઓમાન અને યમન છે અને તેની દક્ષિણમાં અરબી સમુદ્ર . ઉત્તરમાં ઇરાક અને જ઼ૉર્ડનની સીમા લાગે છે જ્યારે પૂર્વમાં ફારસની ખાડ઼ી અને કુવૈત તથા સંયુક્ત આરબ અમીરાત. ઇઝરાયલ-પેલેસ્ટાઈનનું ક્ષેત્ર આની ઉત્તરની દિશામાં છે અને અારબોએ તેના ઇતિહાસને બહુ પ્રભાવિત કર્યો છે . અહીં ઇસ્લામના પ્રવર્તક મુહમ્મદ પયગંબર સાહેબનો જન્મ થયો હતો અને અહીં ઇસ્લામના બે સૌથી પવિત્ર સ્થળ મક્કા અને મદીના અાવેલા છે. ઇસ્લામમાં હજનું સ્થાન મક્કા બતાવેલ છે અને દુનિયાના બધા મુસલમાન મક્કાની તરફની દિશામાં જ નમાજ અદા કરે છે. અહીંના મુસલમાન મુખ્યતઃ સુન્ની છે અને ઇસ્લામની રાજનૈતિક રાજધાની આ દેશની બહાર રહેવા છતાં આ દેશના લોકોએ ઇસ્લામ ધર્મ પર પોતાની અમિટ છાપ છોડ઼ી છે .

હાલમાં જ ક્રુડના ભાવ સતત ઘટવા છતાં પણ 12 અગ્રણી તેલ ઉત્પાદક દેશોની સંસ્થા ઓપેક પર સાઉદી અરેબિયા દ્વારા દબાણ લાવી તેલનું ઉત્પાદન ન ઘટાડવા માટે સંમતી સાધવામાં આવી હતી. સાઉદી અરેબિયા મોટા ભાગે ક્રુડ ઓઇલ અને મક્કા-મદિના માટે વધુ  જાણીતું છે, પરંતુ ઘણી અન્ય ઘટનાઓ પણ ઘટે છે, જેમના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. અમે તમને આાજે દુનિયાના આ અગ્રણી તેલ નિકાસકાર દેશ વિશે એવી અજાણી વાતો જણાવવા જઈએ રહ્યા છીએ જેના વિશે તમે બહુ ઓછું સાંભળ્યું હશે. 

1. રોજના 100 ઊંટ વેચાય છે
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં દરરોજ અંદાજે 100 ઊંટ વેચાય છે. રિયાધ એ અહીંનું સૌથી મોટું ઊંટ માર્કેટ છે. 

સાઉદી અરેબિયા વિશેની વધુ જાણકારી માટે સ્લાઇડ્સ બદલતા રહો..............
 
નોંધઃ તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
(Oil Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mindblowing Facts About Saudi Arabia
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.