• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Jio's Promotional Free Data Plan Helped Facebook In Revenue Growth In Fourth Quarter

અંબાણીની જિયોના ફ્રી ડેટા પ્લાનથી ઝકરબર્ગને થઇ કમાણી, ફેસબૂકની આવક 51% વધી ગઇ

અંબાણીની જિયોના ફ્રી ડેટા પ્લાનથી ઝકરબર્ગને થઇ કમાણી, ફેસબૂકની આવક 51% વધી ગઇ
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની ટેલિકોમ માર્કેટમાં એન્ટ્રી પછી ઓપરેટર્સ તરફથી આપવામાં આવી રહેલા ફ્રી ડેટાના કારણે ફેસબૂકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગને મોટો ફાયદો થયો છે. ફ્રી ડેટાના કારણે ડિસેમ્બર 2016માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ફેસબૂકની આવક વધી ગઇ છે. ડિસેમ્બર 2016માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ફેસબૂકની રેવન્યુ 51 ટકા વધીને 8.8 અબજ ડોલર થઇ હતી.
 
ગ્રોથમાં ફ્રી ડેટા પ્લાન્સની મોટી ભૂમિકા
 
ફેસબૂકે જણાવ્યું છે કે ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની રેવન્યુ વધવામાં ભારત જેવા દેશોના ડેટા પ્લાને મોટી ભૂમિકા ભજવી છે. કંપનીએ ભારત સહિત એશિયા પેસિફિકને પોતાનું મજબૂત માર્કેટ ગણાવ્યું છે. ફેસબૂકના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર ડેવિડ વેહનરે કહ્યું છે કે ભારત અમારું સૌથી મજબૂતીથી વધતું બજાર છે. અહીં થર્ડ પાર્ટીઝ તરફથી આપવામાં આવતા પ્રમોશનલ ફ્રી ડેટા પ્લાન્સથી અમારી રેવન્યુ વધી છે.
 
ફેસબૂક પર છે 16 કરોડથી વધુ ભારતીયો
 
ફેસબૂકના 1.9 અબજ યુઝર્સ છે. તેમાં 1.1 અબજ યુઝર્સ દરરોજ તેમાં લોગ ઇન કરે છે. તેમાં 1.1 અબજ લોકોએ ફેસબૂક પર જવા માટે મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કર્યો. અમેરિકા પછી ભારતમાં ફેસબૂકના સૌથી વધુ યુઝર્સ છે. અહીં સંખ્યા 16 કરોડથી વધારે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં મોબાઇલ એડવર્ટાઇઝિંગ રેવન્યુ 53 ટકા વધીને 8.6 અબજ ડોલર થઇ ગઇ. આ ક્વાર્ટરમાં મળેલી કુલ રેવન્યુમાં મોબાઇલ રેવન્યુનો હિસ્સો 84 ટકા હતો. કંપનીએ જણાવ્યું છે કે ચોથા ક્વાર્ટરમાં ભારત જેવા બજારમાં પ્રમોશનલ ફ્રી ડેટા યોજનાઓથી અમારી વૃદ્ધિ થઇ. ભારત અમારા માટે સૌથી વધુ ગ્રોથવાળું બજાર રહ્યું.

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.