• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Bill Gates Again Worlds Richest Man, Trump Slips

મુકેશ અંબાણી વધુ ધનિક બન્યા, જાણો ફોર્બ્સમાં સામેલ અન્ય ભારતીયોની સંપત્તિ

ન્યૂયોર્કઃમાઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ફરી એકવાર દુનિયાના સૌથી અમીર શખ્સ બની ગયા છે. ફોર્બ્સ મેગેઝીને દુનિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ 220 સ્પોટ નીચે ખસકી ગયા છે. ટોપ 10માં કોઇ ભારતીય નથી. મેગેઝીનની આ યાદીમાં 101 ભારતીયોને જગ્યા મળી છે. જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 33માં નંબરે છે જ્યારે ગત વર્ષે તેમનો નંબર 36મો હતો.
 
સતત ચોથી વાર નંબર વન પર છે ગેટ્સ
 
બિલ ગેટ્સની કુલ સંપત્તિ 86 અબજ ડોલર છે. તે સતત ચોથીવાર નંબર વનની પોઝિશન પર છે. ગેટ્સ બાદ બીજા નંબરે બર્કશાયર હેથવેના પ્રમુખ વોરેન બફેટ છે. તેમની કુલ સંપત્તિ 75.6 અબજ ડોલર છે. ટોપ 10માં અમેરિકનોનો દબદબો છે. જેમાં મોટાભાગના ટેક્નોલોજી સેકટરમાં કામ કરનારા લોકો છે. ફોર્બ્સની આ યાદીમાં ટોપ 10માં ત્રીજા નંબરે અમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ, ફેસબુક પ્રમુખ માર્ક ઝરકબર્ગ 5માં નંબરે અને ઓરેકલના કો-ફાઉન્ડર લેરી એલિસન 7માં નંબરે છે.
 
લિસ્ટમાં 101 ભારતીય અબજોપતિ સામેલ
 
ફોર્બ્સની અબજોપતિના આ લિસ્ટમાં 101 ભારતીય સામેલ થયા છે. જેમાં 13 ન્યૂકમર્સ પણ સામેલ છે. ટોપ 5 ઇન્ડિયન એન્ટ્રીની વાત કરીએ, તો 23.2 અબજ ડોલરની કુલ સંપત્તિની સાથે ભારતની તરફથી મુકેશ અંબાણી સૌથી આગળ છે. લિસ્ટમાં તે 33માં નંબરે છે. લક્ષ્મી મિત્તલ 16.4 અબજ ડોલર સાથે 56માં નંબરે, અઝીમ પ્રેમજી 72માં, દિલીપ સંઘવી 84માં અને શિવ નાડર 102માં નંબરે છે. ફોર્બ્સની યાદી અનુસાર ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે અબજોપતિઓની સંખ્યામાં 13 ટકાનો વધારો થયો છે. ચાલુ વર્ષે આ સંખ્યા 2043 થઇ છે જે ગત વર્ષે 1816 હતી. સૌથી વધુ અમેરિકામાં 565 અબજોપતિઓ છે. ચીનમાં 319 જ્યારે જર્મનીમાં 114 અબજપતિઓ છે.
 
ટોપમાં આ પણ સામેલ
 
ટોપ 10માં ચોથા નંબરે સ્પેનિશ અપેરલ ચેન જારાના એમેસિઓ ઓર્ટેગા, મેક્સિકન ટેલિકોમ ટાયકૂન કાર્લોસ સ્લિમ 6નંબરે અને કોચ બ્રધર્સ 8માં નંબરે છે. 
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bill Gates again worlds richest man, Trump slips
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.