• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» FDI Investment To Up After Passed Bankruptcy Code In India USIBC

બેન્કરપ્સી કાનૂન પાસ થવાથી FDI વધશે: USIBC

નવી દિલ્હીઃ કંપનીઓના દેવાળા સાથે જોડાયેલી ઈન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ કાનૂનના સંસદમાં પાસ થયો તેનું અમેરિકામાં સ્વાગત થયું છે. અમેરિકાના એક ટોપ બિઝનેસ એડવોકેસી સમૂહે કહ્યું હતું કે આ કાનૂન પાસ થયા બાદ ભારતમાં એફડીઆઈ વધશે. સમૂહના જણાવ્યા મુજબ આ બિલ પાસ થવાની સાથે જ ભારતમાં લાંબાગાળાના રોકાણને આકર્ષવામાં સરળતા રહેશે.
 
US-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (USIBC)ના પ્રેસિડેન્ટ મુકેશ અધીએ કહ્યું હતું કે આ બિલ પાસ થયા બાદ ભારતમાં કારોબારનો શ્રેષ્ઠ અને પ્રભાવશાળી માહોલ પેદા થશે. આ બિલથી ભારત સરકાર દેશી અને ગ્લોબલ ઈન્વેસ્ટર્સ માટે કારોબારી માહોલને સુધારવામાં મદદ મળશે.
 
અધીએ કહ્યું હતું કે, USIBC ભારતમાં આ કાનૂન પાસ થવાથી ઘણું ઉત્સાહિત છે. મીડિયા રિપોર્ટ મુજબ USIBC આગામી 7 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગેસ્ટ ઓફ ઓનરના રૂપમાં સ્વાગત કરશે. રાજ્યસભાએ બુધવારે ઈન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી બિલને પોતાની મંજૂરી આપી દીધી છે. લોકસભામાં આ બિલ પહેલાંથી જ પાસ થઈ ચૂક્યું છે.
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: FDI investment to up after passed Bankruptcy Code in india USIBC
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.