• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »International» Adani Deferrs His Decision Of Final Investment Decision In His Coal Project In Australia

અદાણીએ ઓસ્ટ્રેલિયા કોલ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટનો નિર્ણય ટાળ્યો, રોયલ્ટી પર અટકી વાત

નવી દિલ્હીઃ દેશની મોટી કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસે ઓસ્ટ્રેલિયામાં કારમાઇકલ કોલ અને માઇન પ્રોજેક્ટ પર કરવામાં આવનાર ફાઇનલ ઇન્વેસ્ટમેન્ટના નિર્ણયને સોમવારે ટાળી દીધો છે. ન્યુઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, કંપનીએ પોતાના 1.1 લાખ કરોડ રૂપિયાના કોલ માઇન અને રેલ પ્રોજેક્ટ પર મેના અંત સુધીમાં ફાઇનલ ઇન્વેસ્ટમેન્ટ ડિસિજન (FID)નું પ્લાનિંગ કરી રહી હતી.
 
કંપનીએ શું જણાવ્યું?
 
કંપનીના ઓસ્ટ્રેલિયા સ્થિત પ્રવક્તા રૉન વોટ્સને જણાવ્યું કે ક્વીસલેન્ડ કેબિનેટે અદાણી પ્રોજેક્ટ માટે રોયલ્ટી કે કોઇ પ્રકારના સબમિશન પર વિચાર નથી કર્યો. તેને જોતા જ્યાં સુધી સરકાર કોઇ નિર્ણય ન કરે ત્યાં સુધી અદાણીએ હાલ પૂરતું ફાઇનલ ઇન્વેસ્ટમેન્ટ ડિસિજન ટાળી દીધું છે.
 
શું છે ક્વીસલેન્ડ સરકારનું વલણ?

ક્વીસલેન્ડ સરકાર રાજ્યમાં રોજગાર અને ઇન્વેસ્ટમેન્ટને પ્રમોટ કરવા માટે રોયલ્ટી પેમેન્ટ વધારવા વિચારી રહી છે. કારણ કે છેલ્લા પાંચ વર્ષથી અહીંની સ્થાનિક કોમોડિટીમાં ઘટાડો નોંધાયો છે. જોકે, લેબર ગવર્નમેન્ટ તેની વિરુદ્ધ છે, તેને એ વાતનો વિશ્વાસ આપવામાં આવ્યો છે કે વિવાદિત કારમાઇકલ પ્રોજેક્ટને સબસિડાઇઝ કરવા માટે ટેક્સપેયરના નાણાંનો ઉપયોગ નહિ કરવામાં આવે.
 
ક્વીસલેન્ડ પ્રીમિયરે શું કહ્યું?
 
ક્વીસલેન્ડ પ્રીમિયર અન્નાસ્તાસિયા પલાસ્જિજુકે કહ્યું કેબિનેટ પર આ મામલે કોઇ ચર્ચા થઇ નથી. પરંતુ તેમણે જણાવ્યું કે જો રાજ્યની રોયલ્ટી પદ્ધતિમાં કોઇ પણ ફેરફાર થાય છે તો તે માત્ર અદાણી માટે જ નહિ પરંતુ અનેક નવી માઇન્સ અને ગેસ ડેવલપમેન્ટની રેન્જ માટે થશે. તેમણે જણાવ્યું કે મારું માનવું છે કે સરકારની રીતે અમે ગૈલેલી (અન્ય અન્ય એરિયા)ને ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અંતે અમે જોબ્સ અંગે વિચારી રહ્યા છીએ અને એ જ ક્વીસલેન્ડ ઇચ્છે છે.
 
વિવાદોમાં રહ્યો છે અદાણી પ્રોજેક્ટ

ઓસ્ટ્રેલિયાની ગ્રીન પાર્ટીએ ગૌતમ અદાણીને મળેલા માઇનિંગ પ્રોજેક્ટ વિરુદ્ધ નોટિસ આપી હતી. ગ્રીન પાર્ટીએ આ પ્રોજેક્ટમાં અદાણીની ઓનરશિપ સ્ટ્રક્ચર પર પ્રશ્નો કર્યા હતા. પાર્ટીએ મીડિયા રીપોર્ટના આધાર પર દાવો કર્યો હતો કે અદાણીએ એબોટ પોઇન્ટ કોલ ટર્મિનલ અને કારમાઇકલ ખાણોમાં મળેલા કોન્ટ્રાક્ટસમાં કંપનીનો હિસ્સો બતાવવામાં પારદર્શકતા રાખી નથી.
(International Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Adani deferrs his decision of Final Investment Decision in his coal project in Australia
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.