• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» These Steps May Improve The Face Of Road And Highway

સુધરી શકે છે રસ્તાઓની હાલત, બજેટમાં સરકારે કરવાના રહેશે આ કામ

સુધરી શકે છે રસ્તાઓની હાલત, બજેટમાં સરકારે કરવાના રહેશે આ કામ
નવી દિલ્હીઃ એક ફેબ્રુઆરી એ રજૂ થનારા મોદી સરકારના ખુબ જ મહત્વપૂર્ણ બજેટથી આમ તો સેકટરને ખુબ જ આશાઓ છે, જોકે ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરની આશાઓ થોડી વધુ છે. ખાસ કરીને રોડ એન્ડ હાઈવે સકટરને આશા છે કે સરકાર હાઈવે માટે ઘણી વિશેષ જાહેરાતો કરી શકે છે. તેનું મોટું કારણે એ છે કે સરકારે દાવો કર્યો હતો કે તે 41 કિલોમીટર લાંબો હાઈવે બનાવશે. જોકે અત્યાર સુધીમાં રોજનો 17 કિલોમીટર લાંબો હાઈવે જ બની રહ્યો છે. સરકારની આશા પ્રમાણે, પ્રાઈવેટ સેકટરનો સાથ મળી રહ્યો નથી. આ કારણે એકસપર્ટ માને છે કે, આ વખતે બજેટ રોડ સેકટર માટે મહત્વપૂર્ણ બની શકે છે.
 
વધારવાનું રહેશે બજેટ એલોકેશન 
 
ગત બજેટમાં ફાઈનાન્સ મિનિસ્ટર અરૂણ જેટલી એ ઈનફ્રાસ્ટ્રકચર માટે 2 લાખ 21 હજાર કરોડ રૂપિયાની જાહેરાતો કરી હતી. તેમાં હાઈવે પર લગભગ 96 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્રાવધાન હતો. આમ છતા સરકાર ટાર્ગેટને પ્રાપ્ત કરી શકી ન હતી. ઈન્ફાસ્ટ્રકચર સર્વિસિસ કંપની ફીડબેક ઈન્ફ્રાના હેડ હર્ષ શ્રીવાસ્તવએ કહ્યું કે સરકારે રોડ સેકટર માટે બજેટ એલોકશન વધારવું જોઈએ.
 
પ્રથમ કલીયરન્સની વ્યવસ્થા કરવાની રહેશે
 
ઘણા હાઈવે પ્રોજેકટ એવા છે, જે અલગ-અલગ કારણોથી શરૂ થઈ શકયા નથી. આવો જ એક પ્રોજેકટ દિલ્હી મેરઠ-એકસપ્રેસ વે છે. એનએચએઆઈ એ એનજીટી પાસેથી કલિયરન્સ મળ્યા વગર જ વડાપ્રાધન નરેન્દ્ર મોદી એ આ પ્રોજેકટનું શિલાયાન્સ કર્યું છે અને એક વર્ષ પસાર થયા બાદ કામ પણ શરૂ કર્યું નથી. શ્રીવાસ્તવે કહ્યું કે બજેટમાં સરકારે એક પોલિસીની જાહેરાત કરવી જોઈએ. સર્વે બાદ એનએચએઆઈ પ્રોજેકટની સાથે જોડાયેલા તમામ કલીયરન્સ લઈ લેશે. જેથી પ્રોજેકટનું ટેન્ડર થતાની સાથે જ કામ શરૂ થઈ જાય.
 
પ્રાઈવેટ સેકટરે કરવાનો રહેશે સપોર્ટ
 
રોડ સેકટરમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ લગભગ ફેલ સાબિત થઈ છે. કેન્દ્ર સરકાર એ નવું હાઈબ્રિડ એનુયટી મોડલ લાગુ કર્યું, જોકે તેનાથી પણ રિઝલ્ટ આવી રહ્યું નથી. પ્રાઈવેટ સેકટર રોડ પર ઈન્વેસ્ટ કરવાથી ધબરાઈ રહ્યું છે. એવામાં શ્રીવાસ્તવે કહે છે કે સરકારે પ્રાઈવેટ સેકટરને સપોર્ટ કરવાનો રહેશે.
 
સ્ટેટ હાઈવે પર પણ ફોકસ કરવાનો રહેશે
 
નેશનલ હાઈવેની જવાબદારી કેન્દ્ર સરકારની પાસે છે, જોકે સમગ્ર દેશમાં રોડ નેટવર્કમાં નેશનલ હાઈવેનો હિસ્સો માત્ર 1.8 ટકા છે. નેશનલ હાઈવેની સરખામણીમાં સ્ટેટ હાઈવેની હાલત ખુબ જ ખરાબ છે. શ્રીવાસ્તવના જણાવ્યા પ્રમાણે, કેન્દ્ર સરકારે સ્ટેટ હાઈવે માટે બજેટમાં પ્રોવિઝન કરવું જોઈએ. સીધી નહિં મેચિંગ ગ્રાન્ટની જાહેરાત કરીને કેન્દ્ર સરકારે સ્ટેટ હાઈવે માટે પણ બજેટમાં પ્રોવિઝન કરવું જોઈએ.
 
મેનટેનન્સ પર પણ આપવાનું રહેશે ધ્યાન
 
શ્રી વાસ્તવ માને છે કે જે રોડ હાલ ટોલ કંપનીઓની પાસે છે, તેનું તો મેનટેનન્સ થઈ રહ્યું છે, પરતું અન્ય હાઈવેની હાલત યોગ્ય નથી. તેનું મેનટેનન્સ થઈ રહ્યું નથી. જેના કારણે એકસીડેન્ટ વધી રહ્યાં છે. સરકારને રોડ સેફટી પર તો બજેટ વધારવું જોઈએ, સાથે જ નેશનલ હાઈવેના મેનટેનન્સ પર બજેટ એલોકેશન હોવું જોઈએ.
 
કેશલેસ ટોલની વસુલાત વધારવા માટે ઉઠાવવા પડશે પગલા
 
નોટબંધી બાદ સરકાર કેશલેસ ટ્રાન્ઝેકશનને પ્રોત્સાહન આપી રહી છે. ટોલ પ્લાઝા પર પણ કેશલેસ ટ્રાન્ઝેકશન માટે ઘણા પગલા ભરવામાં આવ્યા છે. જે નાકામયાબ સાબિત થઈ રહ્યાં છે. શ્રી વાસ્તવ માને છે કે તેને મેન્ડેટરી કરવાની જરૂરિયાત છે. દરેક ટોલ પ્લાઝા, પછી તે સ્ટેટનું હોય કે લોકલ બોડીનું હોય, બધામાં એક જ ટેગ ચલાવવો જોઈએ.
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Steps May Improve The Face Of Road And Highway
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.