• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» Side Effects Marked As Infra Projects Delayed

ઈન્ફ્રા પ્રોજેકટસમાં મોડું થવાની સાઈડ ઈફેકટ, 101 પ્રોજેકટની કિંમત 1.29 લાખ કરોડ વધી

ઈન્ફ્રા પ્રોજેકટસમાં મોડું થવાની સાઈડ ઈફેકટ, 101 પ્રોજેકટની કિંમત 1.29 લાખ કરોડ વધી
નવી દિલ્હીઃ સમયના કારણે એક હજાર કરોડ અથવા તેના કરતા વધુ 101 ઈન્ફાસ્ટ્રકચર પ્રોજેકટસની કિંમત 1.29 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. સ્ટેટિસ્ટિકસ મિનિસ્ટ્રીએ એપ્રિલ 2016માં પાવર, રેલવે અને રોડ જેવા ઘણા સેકટર્સના 1,000 કરોડ અથવા તેના કરતા વધુ 286 ઈન્ફા પ્રોજેકટનું મોનિટરિંગ કર્યું છે. તેમાં આ અંગેની માહિતી પ્રકાશમાં આવી છે. સમય વધુ જવાને કારણે મોટા ભાગના પ્રોજેકટોનો ખર્ચ વધ્યો છે.
 
- એપ્રિલના રિપોર્ટ અનુસાર, 286 પ્રોજેકટનો કુલ ખર્ચ 9.40 લાખ કરોડ રૂપિયા હતો.
- હવે તેને પુરા કરવાનો ખર્ચ લગભગ 10.69 લાખ કરોડ રૂપિયા થયો છે. આ રીતે આ
પ્રોજેકટની કિંમત 1.29 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. 
 
123 પ્રોજેકટ લેટ
 
- રિપોર્ટના જણાવ્યા અનુસાર, 286માંથી 2 પ્રોજેકટ છે, જે સમય કરતા પહેલા પુરા થઈ ગયા છે. 54 જેટલા પ્રોજેકટ સમય સાથે ચાલી રહ્યાં છે.
- 123 પ્રોજેકટ નક્કી કરેલા સમય કરતા ધીરે ચાલી રહ્યાં છે. જયારે 101 પ્રોજેકટની કિંમત વધી ગઈ છે. જયારે 41 પ્રોજેકટનો  સમય અને ખર્ચ બંને વધી ગયા છે.
- એપ્રિલ 2016 દરમિયાન 286 પ્રોજેકટમાંથી 123 પ્રોજેકટ નક્કી કરવામાં આવેલા સમયથી મોડા ચાલી રહ્યાં છે.
 
એપ્રિલ સુધીમાં 4.57 લાખ કરોડ રૂપિયા ખર્ચ થયો
 
- રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ પ્રોજેકટસ પર એપ્રિલ સુધીમાં 4.57 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો છે. 286માંથી 101 પ્રોજેકટની કિંમત તેની વાસ્તવિક કિંમત કરતા વધુ થઈ ગઈ છે.
- ગત મહિનાની સરખામણીમાં એવા પ્રોજેકટોની સંખ્યા મામૂલી રૂપથી( 35.97 ટકાથી ઘટીને 35.31 ટકા) ઓછી થઈ છે.
 
24 પ્રોજેકટ પાંચ વર્ષ કરતા વધુ લેટ
 
- રિપોર્ટના જણાવ્યા અનુસાર, લેટ ચાલી રહેલા પ્રોજેકટોમાંથી 24 પ્રોજેકટ પાંચ વર્ષથી લેટ છે.
- જયારે 53 પ્રોજેકટ બે વર્ષથી પાંચ વર્ષ,  18 પ્રોજેકટ એકથી બે વર્ષ અને 22 પ્રોજેકટ 1 મહીનાથી એક વર્ષ સુધી લેટ છે.
 
99 પ્રોજેકટની કિંમત 100 કરોડથી વધુ વધી
 
- રિપોર્ટના જણાવ્યા અનુસાર, 99 પ્રોજેકટની કિંમત 100 કરોડથી વધુ વધી ગઈ છે.
- 40 પ્રોજેકટની કિંમત વધવાની સાથે-સાથે સમય કરતા લેટ છે. આ પ્રોજેકટ 6 મહીના કરતા વધુ લેટ છે અને તેની કિંમત 100 કરોડ રૂપિયા કરતા વધુ વધી છે.
 
પ્રોજેકટસમાં ઝડપ લાવવી જરૂરી 
 
- એકસપર્ટનું માનવું છે કે સરકારે લેટ ચાલી રહેલા પ્રોજેકટોની ગતિ વધારવાની રહેશે. 
- આગામી થોડા વર્ષોમાં 8 ટકા અથવા ડબલ ડિજિટ ગ્રોથ પ્રાપ્ત કરવા માટે ઈન્ફ્રા પ્રોજેકટ સમયથી પુરો થાય તે જરૂરી છે.
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Side effects marked as infra projects delayed
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.