• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» Railway Development Authority Will Fix Track Access Charges

રેલવે ટ્રેક પર ચાલશે પ્રાઇવેટ ટ્રેન, ડેવલપમેન્ટ ઓથોરિટી નક્કી કરશે ચાર્જ

નવી દિલ્હીઃ પ્રાઇવેટ કંપનીઓ પોતાના માલની હેરફેર માટે રેલવે નેટવર્કનો ઉપયોગ કરીને પોતાની ટ્રેન ચલાવી શકે છે. જેના માટે તેમણે રેલવેને ટ્રેક એક્સેસ ચાર્જ આપવો પડશે. અને તેનું નિર્ધારણ રેલવે ઓથોરિટી દ્ધારા કરવામાં આવશે. એપ્રિલમાં પાસ રેલવે ડેવલપમેન્ટ ઓથોરિટીનું નોટિફિકેશન જાહેર થઇ ચૂક્યું છે. આ નોટિફિકેશનમાં ઓથોરિટીને ટ્રેક એક્સેસ ચાર્જ વસૂલવાની જવાબદારી સોંપવામાં આવી છે.
 
શું છે ટ્રેક એક્સેસ ચાર્જ
 
ટ્રેક એક્સેસ ચાર્જનો અર્થ એ છે કે ટ્રેકનો ઉપયોગ કરવા પર લાગતો ચાર્જ. આ ચાર્જ રેલવે દ્ધારા બનાવેલી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર અને ભવિષ્યમાં બનનારા ફ્રેટ કોરિડોર પર લગાવાશે. ઉલ્લેખનીય છે કે સરકારે 3 નવા ફ્રેટ કોરિડોર બનાવવાની જાહેરાત કરી છે.
 
 
ઓથોરિટી પાસે હશે આ પણ અધિકાર
 
રેલવે ડેવલપમેન્ટ ઓથોરિટી દ્ધારા ટેરિફ (રેલવે ભાડું) નિર્ધારણ માટે મોડલ,રૂલ્સ અને પ્રિન્સિપાલ ફ્રેમ નક્કી કરવામાં આવશે. અને પ્રસ્તાવિત ટેરિફની પણ ભલામણ ઓથોરિટી કરશે. યાત્રી ભાડા સિવાય માલભાડાની પણ ભલામણ આરડીએ દ્ધારા કરવામાં આવી છે. 
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Railway Development Authority Will Fix Track Access Charges
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.