• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» New Smart Electricity Meters Will Replace Old Meters By 2017

2017 સુધીમાં બદલાઇ જશે વીજળીના મીટર, મોબાઇલ એપ પર મળશે ડીટેલ

નવી દિલ્હીઃડિસેમ્બર 2017 સુધીમાં લગભગ બધા ઘરોમાં વીજળીના મીટર બદલાઇ જશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે મીટર બદલવાની પ્રક્રિયા શરૂ કરી દો. આ મીટર એડવાન્સ્ડ હશે, જેમાં પ્રી-પેઇડ રીચાર્જની સાથે નેટ મીટરિંગની પણ સુવિધા હશે. એટલું જ નહિ, એડવાન્સ્ડ મીટરમાં એવા સોફ્ટવેર લાગેલા હશે જેનાથી ગ્રાહકને તેના મોબાઇલ એપ પર વીજળીના વપરાશની પૂરી ડીટેલ મળી જશે. રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તેઓ મીટર બદલવાની આખી સ્ટ્રેટેજી તૈયાર કરીને કેન્દ્રને માહિતી આપે.
 
કેવા છે એડવાન્સ્ડ મીટરના ફીચર્સ
 
કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે એડવાન્સ્ડ મીટરમાં કેટલાક બેઝિક ફીચર્સ હોવા જરૂરી છે. જેમકે-
- રીમોટ મીટર ડેટા રીડિંગની સુવિધા હોવી જોઇએ.
- ટાઇમ ઓફ ડે મીટરિંગ (અલગ અલગ સમયની જુદી જુદી રીડિંગની સુવિધા હોવી જોઇએ).
- પ્રી-પેઇડ રીચાર્જની સુવિધા હોવી જોઇએ, જેથી લોકો બિલ ભરવાની ઝંઝટમાંથી બચી જઇ શકે.
- નેટ મીટરિંગની પણ સુવિધા હોવી જોઇએ, જેથી સોલર પ્લાન્ટ લગાવવાથી ગ્રીડને સપ્લાય થનારી વીજળીનું બિલિંગ થઇ શકે.
- મીટરમાં આઇવીઆરએસ, બિલિંગ એન્ડ કલેક્શન સોફ્ટવેર, જીઆઇએસ મેપિંગ, કન્ઝ્યુમર ઇન્ડેક્સિંગ, ન્યુ કનેક્શન એન્ડ ડિકનેક્શન, એનાલાઇસીસ સોપ્ટવેર, આઉટેજ મેનેજમેન્ટ સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ હોવી જોઇએ.
- મીટરમાં સિક્યોરિટી ફીચર પણ હશે, જેથી મીટરમાં બહારથી છેડછાટ ન થઇ શકે.
 
મોબાઇલ એપ પર મળશે ડીટેલ
 
કેન્દ્ર સરકાર ઇશ્યુ થયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે એડવાન્સ્ડ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (એએમઆઇ) ઇમ્પીમેટિંગ એન્જસીને સ્માર્ટ મીટરમાં સોફ્ટવેર અને વધુ એક મોબાઇલ એપ ડેવલપ કરવી જોઇએ, જેથી ગ્રાહક મોબાઇલ એપ પર વીજળીના વપરાશની સાથે વીજળીનું બિલ, પીક લોડ મેનેજમેન્ટ અને ટેરિફ તથા ઇન્સેન્ટિવ અઁગે પણ જાણકારી આપી શકે.
 
ટેરિફ પોલિસીમાં લેવાયો હતો નિર્ણય
 
જાન્યુઆરીમાં સરકારે ટેરિફ પોલિસી લાગુ કરી હતી. તેમાં જાહેરાત થઇ હતી કે દેશમાં તમામ મીટર બદલવામાં આવશે. ડિસેમ્બર 2017 સુધી મહિનામાં 500 યુનિટ વપરાશ કરતા ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર (એડવાન્સ્ડ) લગાવવામાં આવશે. જ્યારે 31 ડિસેમ્બર, 2019 સુધી 200 યુનિટ વાપરતા ગ્રાહકોને ઘેર સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં મોટા ભાગના ગ્રાહકો 500 યુનિટથી વધુ વીજળીનો વપરાશ કરે છે.
 
આગળ જાણો, વીજ ચોરી રોકવા ફીડર અને ટ્રાન્સફોર્મર પણ લાગશે મીટર
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New smart electricity meters will replace old meters by 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.