• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» New Real Estate Act Will Come In Force From 1st May Said Naidu

ડેવલપર્સ-પ્રોપર્ટી ડીલર્સને 3 મહિનામાં કરાવવું પડશે રજિસ્ટ્રેશન, 1 મેથી લાગુ પડશે નવો કાયદો

નવી દિલ્હીઃરીયલ એસ્ટેટ એક્ટ પહેલી મેથી દેશભરમાં લાગુ થવાનો છે. તેના ત્રણ મહિનામાં ડેવલપર્સ અને પ્રોપર્ટી ડીલર્સને રીયલ એસ્ટેટ રેગ્યુલેટર્સ પાસે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. એવું નહિ કરવામાં આવે તો તેમની સામે કાર્યવાહી થશે. હાઉસિંગ મિનિસ્ટર વેંકૈયા નાયડુએ એક કાર્યક્રમમાં આ માહિતી આપી હતી.
 
15 રાજ્યોએ નોટિફાઇ કર્યા નિયમો
 
નાયડુએ જણાવ્યું કે 15 રાજ્યો, જેમાં યુપી પણ છે તેમણે રીયલ એસ્ટેટ એક્ટના નિયમો નોટિફાઇ કરી દીધા છે. જ્યારે 16 રાજ્યોએ રૂલ્સનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બધા રાજ્યો 30 એપ્રિલ સુધી રેગ્યુલેટરી ઓથોરિટી બનાવી લે.
 
32 સેક્શન નોટિફાઇ થયા

પત્રકારો સાથેની વાતચીતમાં નાયડુએ જણાવ્યું કે રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટના બાકીના 32 સેક્શન પણ નોટિફાઇ કરી દેવાયા છે. જેમાં સ્પષ્ટ છે કે ઓનગોઇંગ પ્રોજેક્ટ તેમને ગણવામાં આવશે જેમને કમ્પીશન સર્ટિફિકેટ મળ્યું ન હોય. સાથે 1 મે પછી એક્ટનું પાલન નહિ કરવા પરક પેનલ્ટી લાગવાની શરૂ થશે.
 
2022 સુધી હાંસલ થશે હાઉસિંગ ફોર ઓલ ટાર્ગેટ

નાયડુએ જણાવ્યું કે કેન્દ્ર હાઉસિંગ ફોર ઓલનો ટાર્ગેટ હાંસલ કરવા માટે પૂરી તૈયારી કરી છે. 2019 સુધી 15 રાજ્યોમાં હાઉસિંગ ફોર ઓલ ટાર્ગેટ પૂરો કરી દેવાશે. જ્યારે બાકીના રાજ્યોમાં 2022 સુધીમાં હાઉસિંગ ફોર ઓલનો ટાર્ગેટ પૂરો કરવામાં આવશે. 2019 સુધી ટાર્ગેટ હાંસલ કરનારા રાજ્યોમાં કેરળ, હિમાચલ પ્રદેશ, જમ્મુ એન્ડ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન નિકોબાર, ચંદીગઢ, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા પુડુચેરીનો સમાવેશ થાય છે.

નેશનલ અર્બન રેન્ટલ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર

તેમણે જણાવ્યું કે નેશનલ અર્બન રેન્ટલ પોલિસીનો ડ્રાફ્ટ પણ ફાઇનલ કરી દેવાયો છે. તેને ઝડપથી કેબિનેટ સમક્ષ રાખવામાં આવશે. તેનો હેતુ છે કે મકાન માલિકને પોતાનું ઘર ભાડે આપવામાં કોઇ મુશ્કેલી ન પડે. આ સાથે પોલિસીમાં ભાડૂઆતોના હિતને પણ ધ્યાનમાં લેવાયું છે. પોલિસીમાં માસ રેન્ટલ સ્કીમની પણ દરખાસ્ત છે. તેમાં એવા ડેવલપર્સને ઇન્સેન્ટિવની વાત કહેવાઇ છે જે ભાડે આપવાના હેતુથી બિલ્ડિંગ્સ બનાવશે.
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: new real estate act will come in force from 1st May said Naidu
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.