• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» Know About Indian Powerful Warships And Destroyers

હિન્દ મહાસાગરમાં છે ભારતીય નેવીની આ 6 તાકતો, જેનાથી ગભરાય છે પડોશી દેશ

નવી દિલ્હીઃ હાલમાં જ હિન્દ મહાસાગરમાં ભારતીય નેવીની તાકતો જોઇને પડોશી દેશો ગભરાઇ ગયાની વાતો સામે આવી છે. જેને લઇને પાકિસ્તાનના વિદેશી બાબતોના સલાહકાર સરતાજ અઝીઝે ચિંતા પણ વ્યકત કરી છે. હકીકતમાં કેટલાક સમય અગાઉ હિન્દ મહાસાગરમાં બેલેસ્ટિક મિસાઇલ્સનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીમાં ફક્ત એક આ જ એવી મિસાઇલ નથી જેને લઇને પડોશીઓમાં ચિંતા હોય. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે ઇન્ડિયન નેવી પોતાની તાકાત વધારી રહ્યું છે તેનાથી વર્ષ 2030 સુધી ઇન્ડિયન નેવી દુનિયાની ત્રીજી સૌથી મોટી નેવી બની જશે.
 
 
આવો જાણીએ ભારતીય નેવીના આવા જ કેટલાક વોરશિપ અંગે....
 
આઇએનએસ વિક્રમાદિત્ય
 
આઇએનએસ વિક્રમાદિત્યને સોવિયત સંઘના બ્લેક સી શીપે બનાવ્યું હતું. 32 નોટ (એટલે કે 59 કિલોમીટર પ્રતિ કલાક) ની સ્પીડથી ચાલતા વિક્રમાદિત્યને 16 નવેમ્બર 2016માં નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 2.3 અબજના ખર્ચે તૈયાર થયેલું વિક્રમાદિત્યનું વજન 44,500 ટન છે. તેનો 7000 નોટિકલ માઇલ સમુદ્રના વિસ્તારમાં એટલી અસર છે કે કોઇ પણ દુશ્મન ભારત તરફ નજર ઉઠાવીને જોઇ ન શકે.
 
જાણો તેના હથિયારોની તાકાત
 
વિક્રમાદિત્ય પર દરેક સમયે મિગ-29, કામોવ-31, કામોવ અને ચેતક જેવા ભારે હથિયાર રહેતા હોય છે. 
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About Indian Powerful Warships And Destroyers
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.