• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» Growth Of Core Sector Slowed In November To 4.9 Per Cent

ક્રુડ અને નેચરલ ગેસનું ઉત્પાદન ઘટતા કોર સેક્ટરને ઝાટકો, નવેમ્બરમાં 4.9% વૃદ્ધિ

ક્રુડ અને નેચરલ ગેસનું ઉત્પાદન ઘટતા કોર સેક્ટરને ઝાટકો, નવેમ્બરમાં 4.9% વૃદ્ધિ
નવી દિલ્હીઃક્રુડ ઓઇલ અને નેચરલ ગેસના ઉત્પાદનમાં ઘટાડાના કારણે નવેમ્બરમાં કોર સેક્ટરના આઉટપૂટ ગ્રોથમાં નરમાઇ આવી છે. આ મહિનામાં કોર સેક્ટરની વૃદ્ધિ 4.9 ટકા થઇ હતી, જે ઓક્ટોબરમાં 6.6 ટકા નોંધાઇ હતી. નાણાકીય વર્ષ 2016-17ના શરૂઆતના 8 માસ (એપ્રિલ-નવેમ્બર)માં કોર સેક્ટરની આઉટપૂટ વૃદ્ધિ 4.9 ટકા રહી હતી. જોકે, નવેમ્બરમાં વીજ ઉત્પાદનની વૃદ્ધિ વાર્ષિક ધોરણે 10.2 ટકા નોંધાઇ હતી, જે પાછલા મહિને 2.8 ટકા હતી.
 
કોલ અને પેટ્રોલિયમ રીફાઇનરી પ્રોડક્શન વધ્યું

-નવેમ્બરમાં કોલસાનું ઉત્પાદન ગયા વર્ષના નવેમ્બરની તુલનામાં 6.4 ટકા વધ્યું હતું. એપ્રિલથી નવેમ્બરમાં ગયા વર્ષના સમાન ગાળાની સામે 1.6 ટકા વધ્યું રહ્યું છે.
- પેટ્રોલિયમ રીફાઇનરી પ્રોડક્શન ગયા વર્ષના નવેમ્બરની તુલનામાં 2 ટકા વધુ રહ્યું છે. એપ્રિલથી નવેમ્બરમાં ઉત્પાદન ગયા વર્ષ કરતા 8 ટકા વધુ રહ્યું છે.
 
ક્રુડ અને નેચરલ ગેસનું ઉત્પાદન ઓછું થયું

- નવેમ્બરમાં ક્રુડ ઓઇલનું ઉત્પાદન ગયા વર્ષ કરતા 5.4 ટકા ઘટ્યું છે. જ્યારે એપ્રિલ-નવેમ્બર દરમિયાન તેમાં 3.5 ટકાનો ઘટાડો આવ્યો છે.
- નેચરલ ગેસ પ્રોડક્શન પણ નવેમ્બરમાં ગયા વર્ષ કરતા 1.7 ટકા ઘટ્યું છે. જ્યારે એપ્રિલ-નવેમ્બર દરમિયાન તેનું ઉત્પાદન 3.7 ટકા ઓછું થયું છે.
 
સ્ટીલ અને સિમેન્ટ ઉત્પાદન વધ્યું

- નવેમ્બરમાં સ્ટીલ પ્રોડક્શન ગયા વર્ષ કરતા 5.6 ટકા વધ્યું છે, જ્યારે એપ્રિલ-નવેમ્બરમાં ગયા વર્ષ કરતા 8.2 ટકા વધ્યું છે.
- સીમેન્ટ પ્રોડક્શન નવેમ્બરમાં ગયા વર્ષ કરતા 0.5 ટકા વધ્યું છે. એપ્રિલથી નવેમ્બરમાં પ્રોડક્શન ગયા વર્ષથી 4.3 ટકા વધ્યું છે.
 
વીજળી અને ખાતર ઉત્પાદન પણ વધ્યું

- ગયા વર્ષ કરતા આ વર્ષે નવેમ્બરમાં વીજળીનું ઉત્પાદન 10.2 ટકા વધ્યું છે. એપ્રિલ-નવેમ્બરના ગાળામાં તે 5.4 ટકા વધ્યું છે
- જ્યારે ખાતરનું ઉત્પાદન પણ નવેમ્બરમાં અગાઉના વર્ષ કરતા 2.4 ટકા વધ્યું છે. એપ્રિલ- નવેમ્બરમાં તે 4.5 ટકા વધ્યું છે.
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: growth of core sector slowed in November to 4.9 per cent
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.