• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» Government Plans To Develop Multi-Model Logistic Parks In 35 Cities Of Country

અમદાવાદ સહિત 35 શહેરોમાં બનશે મલ્ટિ મોડલ લોજિસ્ટિક પાર્ક, ઇન્ડસ્ટ્રીને થશે ખૂબ ફાયદો

નવી દિલ્હીઃમોદી સરકાર દેશભરમાં 35 મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક બનાવશે, જેમાં અમદાવાદ અને વડોદરા સહિત ગુજરાતના શહેરોનો પણ સમાવેશ થાય છે. તેનો હેતુ દેશમાં લોજિસ્ટિક સર્વિસીસને મજબૂત કરીને ઇન્ડસ્ટ્રીઝને ફાયદો કરવાનો છે. તે માટે મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટે મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક ડેવલપમેન્ટ પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. મિનિસ્ટ્રી ટૂંકસમયમાં આ પોલિસી જાહેર કરશે અને પાર્કસનું ડેવલપમેન્ટ શરૂ કરાશે.
 
આ શહેરોમાં બનશે લોજિસ્ટિક પાર્ક

ડ્રાફ્ટ પોલિસીમાં મિનિસ્ટ્રીએ જે 35 સંભવિત શહેરોના નામોનો ઉલ્લેખ કર્યો છે જ્યાં આ પાર્ક બનાવાશે. જોકે, આ લોકેશનની જાહેરાત પછીથી કરાશે. પરંતુ હાલ જે શહેરોના નામ સામેલ કરાયા છે તેમાં દિલ્હી એનસીઆર, મુંબઇ, ઉત્તર ગુજરાત (અમદાવાદ અને વડોદરા), દક્ષિણ ગુજરાત (સૂરત અને ભરુચ), સાઉથ પંજાબ (લુધિયાણા, સંગરુર, પટિયાલા), નોર્થ પંજાબ (અમૃતસર, જલંધર, ગુરદાસપુર), જયપુર, કાંડલા, બેંગ્લુરુ, પૂણે, વિજયવાડા, કોચ્ચિ, ચેન્નાઇ, નાગપુર, ઇંદોર, પટના, કોલકાતા, અંબાલા, વાલસદ, કોઇમ્બતુર, જગતસિંહ પુર, નાસિક, ગુવાહટી, કોટા, પણજી, હિસાર, વિશાખાપટ્ટમ, ભોપાલ, સુંદરગઢ, ભટિંડા, સોલન, રાજકોટ, રાયપુર અને જમ્મુ સામેલ છે.

શું છે લોજિસ્ટિક પાર્ક
 
ડ્રાફ્ટ પોલિસી અનુસાર, મલ્ટિ મોડલ ફ્રેડ હેન્ડલિંગ ફેસિલિટીને મલ્ટિ મોડલ લોજિસ્ટિક પાર્ક કહેવાશે, જે ઓછામાં ઓછા 100 એકર ક્ષેત્રફળમાં હશે. તેમાં મિકેનાઇઝ્ડ વેરહાઉસી, સ્ટોરેજ સોલ્યુશન જેવા કોલ્ડ સ્ટોરેજ, મટિરીયલના મિકેનાઇઝ્ડ હેન્ડલિંગ, કન્ટેનર ટર્મિનલ, કાર્ગો ટર્મિનલ જેવી સુવિધાઓ હશે. આ સાથે અહીં કસ્ટમ ક્લીયરન્સ, ટેસ્ટિંગ ફેસિલિટી, વેરહાઉસ મેનેજમેન્ટ સર્વિસ, પેકેજિંગ ફેસિલિટી જેવી સર્વિસીસ પણ હશે.
 
ઇન્ડસ્ટ્રીને થશે ફાયદો
 
જે શહેરોમાં આ લોજિસ્ટિક પાર્ક બનશે તે શહેરો તથા તેની સાથે તેમની સાથે જોડાયેલા અન્ય શહેરોની ઇન્ડસ્ટ્રીને તેનો ખૂબ ફાયદો થશે. આ સાથે ફ્રેટ મુવમેન્ટના હેરફેરનો સમય પણ ખૂબ ઘટી જશે.
 
એલપીઆઇમાં થયો સુધારો
 
દર વર્ષે વર્લ્ડ બેન્ક દ્વારા લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ (એલપીઆઇ)ની જાહેરાત કરાય છે. આ લગભગ એવી રીતે હોય છે જે રીતે વર્લ્ડ બેન્ક ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના રેન્કિંગની જાહેરાત કરે છે. મોદી સરકારના પ્રયાસોથી એલપીઆઇમાં સુધારો થયો છે. પહેલા જ્યાં ભારતનો રેન્ક 54 હતો તે હવે 35 પર આવ્યો છે. મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટનું અનુમાન છે કે મલ્ટિ મોડલ લોજિસ્ટિક પાર્ક પોલિસી લાગુ થયા પછી તેમાં સુધારો થશે.
 
આગળ વાંચો- રોડ પરથી ઘટી જશે ટ્રાન્સપોર્ટ
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Government plans to develop multi-model logistic parks in 35 cities of country
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.