• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Infrastructure» CBI Raid At Former Union Minister P Chidambaram Residence In Chennai

પૂર્વ નાણાં પ્રધાન પી ચિદમ્બરમ અને તેમના પુત્રના ઘરે સીબીઆઇની રેડ

નવી દિલ્હીઃ સીબીઆઇએ દેશના પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમના ચેન્નઇ સ્થિત ઘરે રેડ પાડી છે. તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના ઘરે પણ રેડ પડવાના સમાચાર છે. સુત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઇએ ચેન્નઇમાં 16 જગ્યાએ દરોડા પાડ્યા છે. તપાસ એજન્સી એરસેલ-મેક્સિસ ડીલ સાથે જોડાયેલા દસ્તાવેજ શોધી રહી છે. આ કેસની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને કોર્ટે સીબીઆઇને સંપૂર્ણ રિપોર્ટ ફાઇલ કરવા માટે કહ્યું છે.
 
સીબીઆઇ કરી રહી છે તપાસ 
 
કોર્ટમાં સુનાવણી દરમ્યાન ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટને જણાવ્યું હતું કે સીબીઆઇથી તેમને જવાબ મળ્યો છે. કે તપાસ એજન્સી બધી બાબતોની તપાસ કરી રહી છે. જેમાં વર્ષ 2006માં પૂર્વ નાણાં પ્રધાન પી.ચિદમ્બરમ દ્ધારા ડીલને આપવામાં આવેલું ક્લિયરન્સ પણ સામેલ છે. પોતાની અરજીમાં સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે ચિદમ્બરમ ગેરકાયદે રીતે આ ડીલને FIPB ક્લિયરન્સ આપી હતી. 
   
શું હતો કેસ?
 
- એરસેલ-મેક્સિસ ડીલમાં દયાનિધિ મારન પર આરોપ હતો કે તેમણે 2006મા સી.શિવશંકરન પર એરસેલ અને મેક્સિસની પોતાની હિસ્સેદારી તેમની કંપનીઓને વેચવાનું દબાણ કર્યું હતું. આ હિસ્સેદારી સન ડાયરેક્ટને વેચવાની વાત સામે આવી હતી. જેના માલિક દયાનિધિ મારન હતા. 
(Infrastructure Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: CBI Raid At Former Union Minister P Chidambaram Residence In Chennai
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.