• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» Remittances Decline First Time Since 2009, Upto 68 Billion Dollar

નવ વર્ષ બાદ દેશમાં સૌથી ઓછું આવ્યું રેમિટન્સ, વૈશ્વિક સ્લોડાઉનની અસર

નવ વર્ષ બાદ દેશમાં સૌથી ઓછું આવ્યું રેમિટન્સ, વૈશ્વિક સ્લોડાઉનની અસર
નવી દિલ્હીઃવૈશ્વિક અર્થતંત્રની અસર હવે વિદેશમાં રહેનારા ભારતીયો પર પણ જોવા મળી રહી છે. 2009 બાદ પ્રથમ વખત પ્રવાસી ભારતીયો દ્વારા દેશમાં મોકલવામાં આવતા રેમિટન્સમાં ઘટાડો નોંધાયો છે. 2015માં રેમિટન્સ તરીકે દેશમાં 6890 કરોડ ડોલર આવ્યા. 2014ની તુલનામાં 2.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. હાલમાં જ વર્લ્ડ બેંકે આ ડેટા બહાર પાડ્યો છે. આ આંકડા પર આરબીઆઈ ગવર્નરે ચિંતા વ્યક્ત કરી છે. 

ઘટાડા બાદ પણ સૌથી વધારે રેમિટન્સ ભારતમાં

વર્લ્ડ બેંકના અહેવાલ અનુસાર રેમિટન્સમાં ઘટાડા બાદ પણ સૌથી વધારે રકમ ભારતમાં આવી છે. અહેવાલ અનુસાર વર્ષ 2014માં ભારતમાં મોકલવામાં આવેલ રકમનો આંકડો 7038 કરોડ ડોલર હતો જે 2015માં ઘટીને 6890 કરોડ ડોલરે પહોંચી ગયો છે. આ દેશના જીડીપીના 3.4 ટકા છે. અહેવાલ પર રિઝર્વ બેંકની ટેક્નિકલ એડવાઈઝરી કમિટિનું કહેવું છે કે, વિદેશમાં મોકલવામાં આવતા રૂપિયામાં ઘટાડો, કોર્પોરેટ સેક્ટરમાં સુસ્તી જોવા મળી રહી છે તેનો મતલબ એ થાય છે કે, પોલિસીમાં સુધારાની જરૂરિયાત છે. 
 
ક્યા વર્ષે કેટલી રકમ ભારત મોકલવામાં આવી

2009   4920 કરોડ ડોલર
2010   5348 કરોડ ડોલર
2011   6250 કરોડ ડોલર
2012   6882 કરોડ ડોલર
2013   6997 કરોડ ડોલર
2014   7038 કરોડ ડોલર
2015   6891 કરોડ ડોલર
 
વર્લ્ડ બેંકને આપ્યા હતા સંકેત

થોડા મહિના પહેલા વર્લ્ડ બેંકે આ વાતના સંકેત આપ્યા હતા કે ભારતમાં મોકલવામાં આવતી રકમમાં ઘટાડો આવી શકે છે. ત્યારે વર્લ્ડ બેંકે કહ્યું હતું કે, વિશ્વમાં આર્થિક મંદીનો સમય છે, જ્યારે ક્રૂડ ઓઈલની કિંમતમાં પણ ઘટાડો નોંધાયો છે. તેની અસર રેમિટન્સ પર થઈ શકે છે અને તેમાં ઘટાડો આવવાની સંભાવના છે. 

યૂએસ, યૂરોપ અને ગલ્ફ દેશોમાં આવે છે વધારે રકમ

ભારતમાં વિશ્વના દરેક ખૂણેથી રૂપિયા મોકલવામાં આવે છે. પરંતુ સૌથી વધારે ભારતીયો ખાડી દેશ, અમેરિકા અને યૂરોપમાં નોકરી માટે જાય છે. અમેરિકા અને યૂરોપમાં વૈશ્વિક સ્લોડાઉનની અસર છે જ્યારે ક્રૂડ ઓઈલના રેટ ઘટવાથી ખાડી દેશમાં પણ સુસ્તીનો માહોલ છે. આ જ કારણ છે કે આ દેશમાંથી આવતા રૂપિયા પર અસર પડી છે. 

શું છે રેમિટન્સ

રેમિટન્સનો મતલબ એવા રૂપિયાનો છે જે વિદેશમાં રહીને કામ કરી રહેલ લોકો પોતાના દેશમાં પોતાના પરિવારને બચત અથવા ગુજરાન ચલાવવા માટે મોકલે છે. જણાવીએ કે ફોરેન એક્સન્જ ફંડની જરૂરિયાત માટે ભારત રેમિટન્સ પર આધારીત નથી. 
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: remittances decline first time since 2009, upto 68 billion dollar
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.