• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» India Has Trade Deficit With 27 Countries

27 દેશોની સાથે ભારતની વેપાર ખાધ વધીઃ સીતારમન

27 દેશોની સાથે ભારતની વેપાર ખાધ વધીઃ  સીતારમન
નવી દિલ્હીઃ ભારત માટે વિતેલા ત્રણ વર્ષથી ચીન, ઓસ્ટ્રેલિયા, ઈરાક અને આરીન સહિત 27 મોટા દેશ સાથે ટ્રેડ ડેફિસિટ (વ્યાપારિક ખોટ)ની સ્થિતિ છે. કોમર્સ અને ઉદ્યોગ પ્રધાન નિર્મલા સીતારમને લોકસભામાં આપેલ એક જવાબમાં આ વાત કહી છે. 

ક્રૂડ, ગોલ્ડની સૌથી વધુ આયાત કરે છે ભારત

તેમણે કહ્યું કે, વધારે માગ ધરાવતી કોમોડિટીઝ ખરીદવાને કારણે આ દેશની સાથે ભારતની સામાન્ય રીતે વ્યાપારિક ખોટ રહે છે. આ સામાનમાં ક્રૂડ ઓઈલ, ગોલ્ડ, ડાયમંડ અને ફર્ટિલાઈઝર્સ આવે છે. 2015-16માં ભારતની ટ્રેડ ડેફિસિટ  118.35 અબજ ડોલર રહી હતી. ટ્રેડ ડેફિસિટવાળા અન્ય દેશમાં ઇન્ડોનેશિયા, કોરિયા, જર્મની, કેનેડા, તાઈવાન, રશિયા અને યુક્રેન સામેલ છે. 

વિશ્વભરમાં એક્સપોર્ટમાં છે સુસ્તી

એક બીજા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, યૂરોપીય યૂનિયન અને અમેરિકા સહિત વિશ્વભરમાં સુસ્તીના કારણે ભારતની નિકાસ પર પણ નકારાત્મક અસર પડી છે. પ્રધાને એક અન્ય સવાલના જવાબમાં કહ્યું કે એપ્રિલ-ફેબ્રુઆરી 2016 દરમિયાન ભારતની કૃષિ નિકાસ સામાન્ય વધીને 18.78 અબજ ડોલર સુધી પહોંચી ગઈ જે 2014-15માં 18.69 અબજ ડોલર રહી હતી. 

કૃષિ એક્સપોર્ટમાં ભારતની હિસ્સેદારી છે ઓછો

તેમણે ભાર મુકીને કહ્યું કે, ઉંચો ડોમેસ્ટિક ખર્ચ અને મર્યાદિત ખેતી લાયક જમીનને ધ્યાનમાં રાખતા ભારતની વૈશ્વિક કૃષિ નિકાસમાં હિસ્સેદારી ઘણી ઓછી કહેવાય. પાકિસ્તાન સંબંધિત એક સવાલના જવાબમાં સીતારમને કહ્યું કે, 2015-16માં ભારતનો દ્વિપક્ષીય વ્યાપાર સામાન્ય વધીને 2.53 અબજ ડોલર સુધી પહોંચી ગયો જે વિતેલા નાણાંકીય વર્ષમાં 2.35 અબજ ડોલર રહ્યો હતો. 
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: india has trade deficit with 27 countries
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.