• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» In Fake Goods Trade India Is On 5th Place And China On Top

નકલી વસ્તુઓના વ્યાપારમાં ચીન અવ્વલ, ભારત પણ નથી પાછળ

લંડનઃનકલી વસ્તુઓના વ્યાપારમાં ભારત વિશ્વમાં પાંચમાં નંબર પર અને ચીન ટોપ પર છે. વિશ્વમાં થનારા આવી વસ્તુઓને વ્યાપારમાં ચીનની હિસ્સેદારી 63 ટકા છે. જ્યારે ભારતની હિસ્સેદારી માત્ર 1.2 ટકા છે. આ વ્યાપારનું કદ અંદાજિત અડધા લાખ કરોડ ડોલર જેટલું છે. નકલી વસ્તુઓના વ્યાપારથી અમેરિકા સૌથી વધારે પ્રભાવિત છે. 

ટોપ પાંચ દેશમાં તુર્કી, સિંગાપોર, થાઈલેન્ડ પણ સામેલ

ચીન બાદ ટોપ પાંચમાં તુર્કી, સિંગાપોર, થાઈલેન્ડ અને ભારતના નામ છે. આ એવા દેશ છે જ્યાં નકલી વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન થાય છે. આ જાણકારી ઓઈસીડી (ઓર્ગેનાઈઝેશન ઇકોનોમિક કોપરેશન એન્ડ ડેવલપમેન્ટ) અને યૂરોપીય યૂનિયનના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસના એક અભ્યાસથી મળી છે. 

ચીનની હિસ્સેદારી 63.2 ટકા

વિશ્વભરમાં નકલી વસ્તુઓનો જેટલો વ્યાપાર થાય છે તેમાં ચીનની હિસ્સેદારી 63.2 ટકા જ્યારે બીજા સ્થાન પર તુર્કી છે જેનો હિસ્સો 3.3 ટકા છે. જ્યારે સિંગાપોર, થાઈલેન્ડ અને ભારતની હિસ્સેદારી ક્રમશઃ 1.9 ટકા, 1.6 ટકા અને 1.2 ટકા છે. 

નકલી વસ્તુઓના વ્યાપારથી અમેરિકા સૌથી વધારે પ્રભાવિત

નકલી વસ્તુઓના ટ્રેડથી અમેરિકા સૌથી વધારે પ્રભાવિત થઈ રહ્યું છે. અમેરિકા બાદ ઇટલી, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ અને જાપાનનું સ્થાન છે. આવી વસ્તુઓનો વ્યાપાર કુલ વૈશ્વિક આયાતના અંદાજે 2.5 ટકા છે. 
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: in fake goods trade india is on 5th place and china on top
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.