• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» Goverment Gets Relief As CAD Reduces To 0.1% In Fourth Quarter

Q4માં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ઘટીને 0.1 ટકા થઈ, સરકારને રાહત

Q4માં કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ઘટીને 0.1 ટકા થઈ, સરકારને રાહત
નવી દિલ્હીઃકરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી)માં સરકારને રાહત મળી છે. સીએડી જાન્યુઆરી-માર્ચ કવાર્ટર (ચોથા કવાર્ટર)માં ઘટીને જીડીપીના 0.1 ટકા ( 30 કરોડ ડોલર એટલે કે લગભગ 2010 કરોડ રૂપિયા) રહી છે. રિઝર્વ બેન્કે ગુરૂવારે સીએડીના આંકડાઓ બહાર પાડયા છે. આરબીઆઈના આંકડાઓ પ્રમાણે, ત્રીજા કવાર્ટરમાં સીએડી જીડીપીના 1.3 ટકા (7.1 અબજ ડોલર) હતી.
 
આરબીઆઈના આંકડાઓ પ્રમાણે, ફાઈનાન્શિયલ વર્ષ 2015-16માં સીએડી ઘટીને જીડીપીના 1.1 ટકા થઈ છે. ફાઈનાન્શિયલ વર્ષ 2014-15માં સીએડી જીડીપીના 1.8 ટકા હતી. ભારતની જીડીપી લગભગ 2 લાખ કરોડ ડોલરની છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, ગત ફાઈનાન્શિયલ વર્ષમાં ટ્રેડ ડેફિસિટ ઘટીને 130.1 અબજ ડોલર થઈ હતી. તેના અગાઉના વર્ષે તે 144.9 અબજ ડોલર હતું. આરબીઆઈના આંકડાઓ પ્રમાણે, ફાઈનાન્શિયલ વર્ષ 2015-16માં સીએડી 22.1 અબજ ડોલર રહી હતી. વર્ષ 2014-15માં તે જીડીપીના 1.8 ટકા હતો. આરબીઆઈના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી-માર્ચ કવાર્ટરમાં બેલેન્સ પેમેન્ટ સરપ્લસ 3.3 અબજ ડોલર હતો. ઓક્ટોબર-ડિસેમ્બરમાં તે 4.1 અબજ ડોલર હતો. 
 
2016-17માં સીએડી 1.4 ટકા થઈ શકે છેઃ નોમુરા
 
જાપાનની ફાઈનાન્શિયલ સર્વિસ કંપની નોમુરાના રિપોર્ટ પ્રમાણે, ભારતની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ 2016-17માં વધીને જીડીપીના 1.4 ટકા રહી શકે છે. નોમુરાના રિપોર્ટ પ્રમાણે, ગ્લોબલ ડિમાન્ડમાં રિકવરી ધીમી રહી શકે છે. જોકે આ વર્ષના અંત સુધીમાં ઈમ્પોર્ટ વધી શકે છે. આ કારણે સીએડીમાં વધારો થઈ શકે છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 2016ના અંત સુધીમાં ઈમ્પોર્ટ વધવાને કારણે 2016-17 સુધીમાં સીએડી જીડીપીના 1.4 ટકા થઈ શકે છે. 

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.