• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» Food Safety Fssai To Allow Up To 5 Pc Vegetable Fats In Chocolates

ચોકલેટ્સમાં 5% સુધી વેજિટેબલ ફેટને મળશે મંજૂરી, આયાતકારોને થશે ફાયદો

નવી દિલ્હીઃફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ ચોકલેટમાં 5 ટકા સુધી વેજિટેબલ ફેટ્સ અને આર્ટિફિશિયલ સ્વીટનર આઈસોમાલ્ટુલોજના ઉપયોગને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. ફુડ રેગ્યુલેટરના આ નિર્ણયને પગલે આયાતકારોને ફાયદો થશે. હાલમાં FSSAIએ ચોકલેટ્સમાં કોકો બટરના ઉપયોગને મંજૂરી આપી છે. જોકે, ઇન્ટરનેશનલ ફુડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી કોડેક્સને 5 ટકા વેજિટેબલ ફેટ્સનો ચોકલેટમાં ઉપયોગ કરવાને મંજૂરી આપી છે. 

ભારતમાં હાલમાં પ્રતિબંધ છે

- ભારતમાં વેજિટેબલ ફેટ્સ ભેળવેલ ચોકલેટ્સની આયાત કરવા અને વેચાણ કરવા પર પ્રતિબંધ છે. 
- એફએસએસએઆઈ ફુડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2016માં સંશોધનનો ડ્રાફ્ટ જારી કર્યો છે અને લોકો પાસે 30 દિવસમાં સૂચનો માગવામાં આવ્યા છે. 
- પ્રપોઝ્ડ સંશોધન અનુસાર, એફએસએસએઆઈએ ચોકલેટ્સમાં કોકો બટર ઉપરાંત 5 ટકા સુધી વેજિટેબલ ફેટના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. 
- ડ્રાફ્ટ અનુસાર, ચોકલેટમાં કુલ શુગરના 50 ટકા સુધી આર્ટિફિશયલ સ્વીટનર આઈસોમાલ્ટૂલોજના ઉપયોગને મંજૂરી આપવાની પણ ભલામણ કરી છે. 

ડ્રાફ્ટમાં શું છે?

- ડ્રાફ્ટ અનુસાર, કોકો બટર ઉપરાંત વેજિટેબલ ઓઈલના ઉપયોગ ફિનિશ્ડ પ્રોડક્ટના 5 ટકાથી વધારે ન થવો જોઈએ.
- ફુડ રેગ્યુલેટરનું કહેવું છે કે, આ બન્ને એડિશનલ ઇનગ્રેડિઅન્ટ્સની જાણકારી એફએસએસએઆઈ (પેકેજિંગ એન્ડ લેબલિંગ) રેગ્યુલેશન્સ 2011 અનુસાર પ્રોડક્ટ લેબલ પર આપવાની રહેશે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો...શું કહે છે નિષ્ણાંતો...

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.