• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» Export Is Influenced By A Fall In Global Commodity Prices Amid Tepid Demand

નોકરી પર સંકટ, માર્ચમાં 30માંથી 17 સેકટરનું એકસપોર્ટ નેગેટિવ ઝોનમાં

નોકરી પર સંકટ, માર્ચમાં 30માંથી 17 સેકટરનું એકસપોર્ટ નેગેટિવ ઝોનમાં
નવી દિલ્હીઃ માર્ચમાં ઈકોનોમિના 30 મુખ્ય સેકટરોમાંથી 17નું એકસપોર્ટ નેગેટિવ ઝોનમાં રહ્યું છે. પેટ્રોલિયમ પ્રોડકટકસ, ટેકસટાઈલ્સ, મેન-મેડ યાર્ન તથા ફેબરિકસ, એન્જિનિયરિંગ અને લેધર નેગેટિવ ઝોનમાં રહેનારા મુખ્ય સેકટર છે. આ સેકટરને ઉમેરીએ તો એકસપોર્ટ  બે-તૃતીયાંશ કરતા પણ વધુ છે. 16 મહીનાથી ઘટી રહેલા એકસપોર્ટમાં આ દરમિયાન 5.47 ટકા ઘટાડો નોંધાયો છે. તે ઘટી 22.71 અબજ ડોલર રહી છે. ઘટાડાની ગંભીર અસર જોબ માર્કેટની સાથે સરકારના કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ પર પણ થશે. એકસપોર્ટમાં ઘટાડાનું કારણ નબળી માંગને કારણે ગ્લોબલ કોમોડિટીની કિંમતોમાં થયેલો ઘટાડો છે. આ અંગેની જાણકારી કોમર્સ મિનિસ્ટ્રીએ આપી છે.
 
નિષ્ણાતોએ આ અંગે ચિંતા વ્યકત કરી
 
એક્સપોર્ટર્સના સંગઠન ફેડરેશન ઓફ ઈન્ડિયન એકસપોર્ટ ઓર્ગેનાઈઝેશન્સએ આ ઘટતા આંકડાઓ પર ચિંતા વ્યકત કરી છે. સંગઠને સરકારને ઘટતા એકસપોર્ટને રોકવા માટે યોગ્ય પગલા ઉઠાવવા કહ્યું છે.
 
જોબ માર્કેટની સાથે કરન્ટ એકાઉન્ટ ડોફિસિટ પર અસર
 
સતત 16 મહીનાથી ઘટી રહેલા એકસપોર્ટમાં માર્ચમાં 5.47 ટકા ઘટાડો નોંધાયો છે. તે ઘટી 22.71 અબજ ડોલર થઈ ગયો છે. એક્સપોર્ટમાં સતત થઈ રહેલા ઘટાડાની અસર જોબ માર્કેટ પર થઈ શકે છે.
 
ટોપ સેકટર્સ એન્જિંનિયરીંગ એન્ડ પેટ્રોલિયમ પ્રોડકટમાં મોટો ઘટાડો
 
રાલ્હને કહ્યું છે કે, આ ટ્રેડને જોતા જોબ જવા અંગેની સ્થિતિ પણ શરૂ થઈ શકે છે. માર્ચ મહીનમાં બે ટોપ સેકટરો-એન્જિંનિયરીંગ અને પેટ્રોલિયમ પ્રોડકટસમાં 11.29 ટકા અને 21.43 ટકાનો ઘટાડો થયો છે. 
 
 
 
 
 
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Export Is Influenced By A Fall In Global Commodity Prices Amid Tepid Demand
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.