• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» Expert View: Rupee And Foreign Investment Both Will Have Negative Impact

Expert View: Brexitથી રૂપિયો અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પર પડશે નકારાત્મક અસર

નવી દિલ્હીઃ બ્રિટને યૂરોપીયન યૂનિયન (EU)થી બહાર નીકળવાના ફેંસલાની અસર ભારતની ઇકોનોમી અને ફોરેન ટ્રેડ પર પણ પડશે. મનીભાસ્કરની એક્સપર્ટ પેનલે કહ્યું છે કે બ્રિટનના અલગ થવાથી હાલના સમયમાં ભારતીય બેન્કોના રિપેમેન્ટ, કંપનીઓના રોકાણ, વિદેશી ઇન્વેસ્ટર્સનું ભારતમાં થનારુ રોકાણ પ્રભાવિત થશે. જોકે ટ્રેડ પર ખાસ અસર નહીં પડે કેમ કે બ્રિટનની સાથે ભારતની લાંબા સમયથી કારોબારી લેણદેણ છે.
 
Brexitની ભારત પર તત્કાલ અસરઃ રૂપિયાની હાલત થશે ખરાબ
 
- ઇકોનોમિસ્ટ ડી.એચ. પઇ પનીંદેકરે મનીભાસ્કર ડોટકોમને જણાવ્યું કે બ્રિટનના ઇયુથી બહાર નીકળવાની તત્કાલ અસર દેખાવાની શરૂ થઇ ગઇ છે. શેરમાર્કેટમાં ઝડપી ઘટાડો નોંધાયો છે.
- ડોલરની સામે રૂપિયો પણ નબળો થયો. ડોલરની તુલનામાં રૂપિયાનું નબળુ થવું અનેક સ્તરે ભારતને પ્રભાવિત કરશે. ભારતીય બેન્કોએ આરબીઆઇને એલર્ટ કરી દીધી હતી કે સપ્ટેમ્બરથી નવેમ્બરની વચ્ચે 20 અબજ ડોલરની મૂડી બહાર જઇ શકે છે.
- આ સ્થિતિમાં માર્કેટમાં ડોલર (કેશ)ની કમી થઇ શકે છે. ત્યારે રૂપિયો નબળો હોવાથી મુસીબત વધી શકે છે.
 
બ્રિટન દ્વારા ઇયુમાં કામ કરનારી કંપનીઓ પર અસર
 
- પનીંદેકરે જણાવ્યું હતું કે ભારતની અનેક કંપનીઓ બ્રિટન દ્વારા ઇયુમાં પોતાનો બિઝનેસ આસાનીથી કરી રહી હતી. ટાટા મોટર્સ, એરટેલ અને કેટલીક ફાર્મા કંપનીઓ ટેરિફ આપ્યા વિના બ્રિટન દ્વારા સમગ્ર ઇયુમાં ઓપરેટ કરી રહી હતી.
- હવે આ કંપનીઓને બીજી જગ્યાએ બિઝનેસ કરવા માટે ટેરિફ પણ આપવો પડશે.
 
ઇન્વેસ્ટમેન્ટ થશે પ્રભાવિત
 
- તેમણે કહ્યું કે ફોરેન ઇન્વેસ્ટર્સ બુલિશ માર્કેટ પર ફોકસ કરી રહી છે. તત્કાલ અસરની વાત કરીએ તો માર્કેટની હાલત ખરાબ થવાથી ઇન્વેસ્ટર્સ પોતાના પૈસા માર્કેટમાંથી પાછા ખેંચશે.
- તેના સિવાય જે રોકાણ દેશની બહાર જતુ હતુ તે પણ ઓછુ થઇ જશે.
 
બ્રિટનની સાથે થનારા ટ્રેડ પર નહીં થાય અસરઃ વિશ્વજીત ધર
 
- ઇકોનોમિસ્ટ વિશ્વજીત ધરે મનભાસ્કરને જણાવ્યું હતું કે ભારતના બ્રિટન સાથે થનારા ટ્રેડ પર કોઇ અસર નહી પડે.
- ભારત અને બ્રિટનના સંબંધો ઘણા જૂના અને સારા છે. આ સ્થિતિમાં ઇયુથી અલગ થવા પર આ સંબંધોમાં કોઇ અસર પડશે નહીં.
 
ઇયુની સાથે બિઝનેસ પર પડશે
 
- વિશ્વજીત ધરે કહ્યું કે યૂરોપના સિંગલ માર્કેટમાં ઘણી ચડઉતર ચાલી રહી છે. આ પહેલા ગ્રીસે પણ અલગ થવાની ઇચ્છા જાહેર કરી હતી. યૂરોપમાં અનેક દેશોને સિંગલ કરન્સીથી નુકસાન થઇ રહ્યું છે.
- ત્યારે ભારતના ઇયુ સાથે થનારા ટ્રેડમાં પહેલેથી કમી આવી છે. ભારત માટે ઇયુ હાલમાં પ્રભાવશાળી પાર્ટનર બચ્યો નથી. મિડ ટર્મમાં જો ભારતને નુકસાન થાય તો પણ તે બીજા દેશ જેવા એશિયાઇ દેશો, લેટિન અમેરિકા, આફ્રિકા વગેરેથી ભરપાઇ થઇ જશે.
(Foreign Trade Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Expert View: Rupee and foreign investment both will have negative impact
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.