• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Foreign Trade» Adani Group Starts Working On Container Hub Ports

અદાણી ગ્રુપ બનાવી રહ્યું છે દેશનું પહેલું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, ચીન પર છે નજર

અદાણી ગ્રુપ બનાવી રહ્યું છે દેશનું પહેલું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, ચીન પર છે નજર
નવી દિલ્હી:ભારતે ચીન અને પાકિસ્તાન વચ્ચે મજબૂત થઈ રહેલા દરિયાઇ વ્યાપાર સંબંધોને ધ્યાનમાં રાખીને દેશના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પર કામકાજ શરૂ કરી દીધું છે. અદાણી ગ્રુપે આ પોર્ટનું નિર્માણ કરી રહ્યું છે. આ પ્રોજકટની યોજના લગભગ 25 વર્ષ પહેલા તૈયાર કરવામાં આવી હતી. 

એશિયાના હબ તરીકે વિકસિત થશે પોર્ટ
 
રોઇટર્સના જણાવ્યા પ્રમાણે, ભારત સરકારે કેરળના વિઝિન્જમમાં નવા પોર્ટ માટે અબજોપતિ ગૌતમ અદાણી ગ્રુપને 16 અબજ રૂપિયાની 'વાયેબિલિટી ગેપ'નું ફન્ડિંગ કર્યું છે. આ પોર્ટને એશિયાના હબ તરીકે વિકસિત કરવામાં આવશે.
 
ભારતીય કંપનીઓને થશે કરોડો ડોલરની બચત
 
શિપિંગ મિનિસ્ટ્રીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, વિઝિન્જમ પોર્ટ ચાલુ થયા બાદ કેન્દ્ર સરકાર પાડોશી રાજય તામિલનાડુના એનાયમમાં પોર્ટના નિર્માણનું કામ શરૂ કરશે. તેમણે જણાવ્યું હતું કે, અનાયમથી દર વર્ષે ભારતીય કંપનીઓને લગભગ 20 કરોડ ડોલરની બચત થશે.
 
સરકારને આશા, 2021 સુધી બે- તૃતીયાંશ વધશે ટ્રાફિક
 
ભારતની 7,500 કિમીની લાંબી કોસ્ટલાઈનના કારણે શિપિંગ રૂટસ મહત્વનો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને ડેવલપ કરીને લાભ મેળવવા માંગે છે. અહીં 20 ફુટના 18 હજાર કન્ટેનર લઈ જવા સક્ષમ મોટા વીજલ્સને શિફટ કરી શકાય છે. મોદી સરકારને આશા છે કે, આ પોર્ટના નિર્માણના કારણે 2021 સુધીમાં કાર્ગો ટ્રાફિકમાં બે-તૃતિયાંશનો વધારો થઈ શકે છે. આ કારણે ભારતને કારો અને અન્ય મશીનરી સહિત તમામ ગુડસનું એકસપોર્ટ વધારવામાં મદદ મળી શકે છે.
 
ચીનના પડકારોનો સામનો કરવામાં મદદ મળશે

ઘરેલું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટની અછતના કારણે ઈનબાઉન્ડ અને આઉટબાઉન્ડ કન્ટેનર્સને રીજનલ હબ્સ માટે લાંબુ ચક્કર કાપવું પડે છે. ભારત સરકારને આશા છે કે નવા પોર્ટસથી ભારતીય કંપનીઓની ટ્રાન્સપોર્ટ કોસ્ટ બચશે અને કરોડો ડોલરની બચત થશે. આ સિવાય ચીન સામેના સામુદ્રિક પડકારોનો સામનો કરવામાં મદદ મળશે. ચીને શ્રીલંકાના કોલંબો અને હંબનટોટા પોર્ટસમાં ખાસ રોકાણ કર્યું છે.
 
અદાણી વિઝિન્જમ પોર્ટને 2018 સુધીમાં શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. અદાણી ગ્રુપ 1 અબજ ડોલરના રોકાણથી આ પોર્ટને ડેવલોપ કરી રહ્યું છે. 

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.