• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Weekly Whithdral Limit Of Rs.24,000 May Remove Any Time Soon Hints EAS

વીકલી 24 હજાર રૂપિયા વિડ્રોઅલની લિમિટ પણ થશે દૂર, ટૂંકસમયમાં જાહેરાત

વીકલી 24 હજાર રૂપિયા વિડ્રોઅલની લિમિટ પણ થશે દૂર, ટૂંકસમયમાં જાહેરાત
નવી દિલ્હીઃ ઇકોનોમિક અફેર્સ સેક્રેટરી શક્તિકાંત દાસે કહ્યું છે કે 8 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા પછી શરૂ થયેલી રીમોનેટાઇઝેશનની ક્વાયત હવે ઘણી હદ સુધી પૂરી થઇ ગઇ છે. વ્યવહારિક રીતે હવે ઉપાડ પર કોઇ નિયંત્રણ નથી. તેથી ટૂંકસમયમાં સેવિંગ એકાઉન્ટ્સમાંથી 24,000 રૂપિયા ઉપાડવાની વિકલી લિમિટ પણ દૂર થઇ શકે છે.
 
ઝડપથી હટી શકે છે વિડ્રોઅલ લિમિટઃ દાસ

એક ઇન્ટરવ્યુમાં દાસે જણાવ્યું કે, `સેવિંગ એકાઉન્ટ પર વિકલી 24 હજાર રૂપિયાને છોડીને બાકીના બધા નિયંત્રણ હટાવી દેવાયા છે. વિડ્રોઅલ લિમિટ દૂર થવા થોડા સમયની વાત છે.'
તેમણે કહ્યું કે કરન્સી સપ્લાય અને મેનેજમેન્ટ આરબીઆઇની જવાબદારી છે. સેન્ટ્રલ બેન્ક બાકીના નિયંત્રણોને દૂર કરવા અંગે ઝડપથી નિર્ણય લેશે, જે સેવિંગ એકાઉન્ટ પર 24 હજાર રૂપિયાની વિકલી લિમિટ છે.
 
વ્યાવહારિક રીતે હવે કોઇ નથી રિસ્ટ્રિક્શન્સ
 
તેમણે જણાવ્યું કે, `કેટલાક લોકોએ મહિનામાં 1 લાખ રૂપિયા ઉપાડ્યા છે. આ રીતે પ્રભાવી અને વ્યવહારિક રીતે કોઇ રિસ્ટ્રિક્શન નથી. હું વિચારું છું કે રીમોનેટાઇઝેશનની પ્રક્રિયા પૂરી થઇ ચૂકી છે. હું લગભગ શબ્દનો ઉપયોગ એટલા માટે કરું છું કેમકે 24,000ની લિમિટ હજુ અસ્તિત્વમાં છે.'
 
90થી ઓછા દિવસોમાં પૂરી થઇ રીમોનેટાઇઝેશનની પ્રોસેસ
 
આરબીઆઇનું જોર આગળ લોઅર ડીનોમિનેશનની નોટો ઉપલબ્ધ કરાવવા પર હશે. દાસે જણાવ્યું કે 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત પછી 90 દિવસથી ઓછા સમયમાં રીમોનેટાઇઝેશનની પ્રક્રિયા લગભગ પૂરી થઇ ગઇ છે. 
 
આરબીઆઇએ આ સપ્તાહમાં દૂર કરી છે અનેક લિમિટ્સ
 
આ સપ્તાહની શરૂઆતમાં આરબીઆઇએ કરન્ટ અને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટની સાથે એટીએમમાંથી કેશ વિડ્રોઅલની ડેઇલી લિમિટને દૂર કરવાની જાહેરાત કરી હતી. સેન્ટ્રલ બેન્કે રીમોનેટાઇઝેશનની ગતિના આધારે ઝડપી વિકલી લિમિટની સમીક્ષા કરવાની પણ ખાતરી આપી હતી. જોકે, આરબીઆઇ દ્વારા 500 અને 2000 રૂપિયાની નોટો ઇશ્યુ કરવાની સાથે આ લિમિટ પર ધીમે ધીમે રાહત અપાઇ હતી. 

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.