• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Soon You Will Be Able To Retain Your Account Number While Switching Banks

હવે ઝડપથી એકાઉન્ટ નંબર બદલ્યા વગર બેન્ક બદલવાની ફેસિલિટી મળશેઃ RBI

નવી દિલ્હીઃઝડપથી તમે તમારો એકાઉન્ટ નંબર બદલ્યા વગર તમારી બેન્ક બદલી શકશો. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ) આ યોજના પર કામ કરી રહી છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એસએસ મુદ્રાએ આ ફેસિલિટીનો સપોર્ટ કરતા આ જાણકારી આપી છે. એડવાન્સ થઈ ગઈ છે પેમેન્ટ સિસ્ટમ...
 
મુદ્રાએ મંગળવારે બેન્કિંગ કોડસ એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા મુંબઈમાં ઓર્ગેનાઈઝ એક પ્રોગ્રામમાં કહ્યું છે કે આવનારા સમયમાં એવું શકય બનશે કે હેરાન કસ્ટમર વગર એકાઉન્ટ નંબર બદલ્યે બેન્ક બદલી શકશે. થોડા વર્ષો અગાઉ મે એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીની વાત કરી હતી. હાલ આધાર નંબર બેન્ક એકાઉન્ટ સાથે પણ જોડાઈ ગયો છે. આ તમામ ચીજોને જોતા એવું કહી શકાય કે એકાઉન્ટ નંબર પોર્ટેબિલિટીનો આ કોનસેપ્ટ સત્ય સાબિત થવાની દિશામાં આવી ગયો છે.
 
બેન્કોએ કરવાના રહેશે સિકયુરિટી ઉપાય
 
ઓનલાઈન બેન્કિંગમાં હાલ સિક્યુરીટી જોખમનો મુદ્દો અગત્યનો છે. ઘણાં લોકોની પર્સનલ ઈન્ફોર્મેશન ચોરી લેવામાં આવી છે. આ સિવાય એટીએમ પર છેતરપિંડી, નેટ બેન્કિંગમાં થનારા ફ્રોડ અને બેન્કના સર્વરમાં સેંધ લગાવવાના મામાલાઓ પ્રકાશમાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે BCSBI એક ઈન્ડીપેન્ડન્ટ બોડી છે, જેને આરબીઆઈએ કસ્ટમર્સને વ્યાજબી સેવાઓ અપવા માટે બનાવી છે.
 
છૂટનો ખોટો યુઝ ન કરે બેન્ક
 
મુદ્રાએ કહ્યું કે બેન્કને મિનિમમ બેલેન્સ રાખવા અને પ્રીમયમ સર્વિસ માટે ચાર્જ વસુલવાનો અધિકાર આપવામાં આવ્યો છે. બેન્ક આ અધિકારનો ઉપયોગ આમ આદમીને સેવા આપવાથી બચવા માટે ન કરે. કેન્દ્રીય બેન્ક જરૂરી ટ્રાન્ઝેકશનની ડિટેલ કે સ્ટેટમેન્ટ આપવા માટેની નવી ગાઈડલાઈન્સ પર પણ કામ કરી રહી છે.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Soon You Will Be Able To Retain Your Account Number While Switching Banks
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.