• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Some Technicalities Are To Meet Before Full Implementation Of Modi's New Scheme

મોદીની સસ્તી લોનની ગિફ્ટ આડે ઘણી અડચણો, જોવી પડશે 3-4 મહિના રાહ

નવી દિલ્હીઃ હોમલોનના વ્યાજ દરમાં 4 ટકા અને 3 ટકાનો ફાયદો લેવા માટે તમારે હજુ રાહ જોવી પડશે. કેમકે આ સ્કીમ અંગે સરકાર તરફથી હજુ કોઇ સ્પષ્ટ ચિત્ર બેન્કો સુધી પહોંચ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્કીમ તરત શરૂ થવામાં અનેક ટેકનિકલ અડચણો છે, જેને જોતા આ યોજનાનો પૂરો લાભ આગામી નાણાકીય વર્ષમાં જ લોકોને મળી શકે એમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા શનિવારે 9 લાખ અને 12 લાખ રૂપિયાની હોમલોન પર વ્યાજ દરમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે નોટબંધીના દોરમાં લોકોને ઘણી મુશ્કેલીઓ પડી છે. તેથી લોકોને રાહત આપવા તેઓ આ પ્રકારની યોજના શરૂ કરી રહ્યા છે.
 
સ્કીમ અંગે હજુ કોઇ સ્થિતિ સ્પષ્ટ નથી
 
નેશનલ હાઉસિંગ બેન્કના પૂર્વ ચેરમેને મનીભાસ્કર ડોટકોમને જણાવ્યું કે હજુ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 6 લાખ રૂપિયાની હોમ લોન પર 6.5 ટકા વ્યાજ સબસિડી મળે છે. જેને શહેરી વિકાસ મંત્રાલય લાગુ કરે છે. તેમના જણાવ્યા અનુસાર, નવી સ્કીમમાં 9 લાખ રૂપિયા સુધીની લોન પર 4 ટકા અને 12 લાખની લોન પર 3 ટકા વ્યાજમાં છૂટ મળશે. તેથી હવે શહેરી વિકાસ મંત્રાલયને કોઇ નવી સ્કીમ માટે આરબીઆઇની સાથે મળીને ગાઇડલાઇન્સ તૈયાર કરવી પડશે. તે પછી જ સ્કીમ અંગે ચિત્ર સ્પષ્ટ થશે કે બેન્ક તેને કેવી રીતે લાગુ કરશે, વ્યાજ સબસિડી કેવી રીતે કેલ્ક્યુલેટ કરાશે, તેનો લાભ ગ્રાહકોને કેવી રીતે અપાશે અને અગાઉથી અમલી સ્કીમનું શું થશે.
 
સંપૂર્ણ સ્કીમ શરૂ કરવામાં થશે 3-4 મહિના
 
એક પબ્લિક સેક્ટર બેન્કના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, નાણાપ્રધાન અરુણ જેટલી સ્કીમ માટે ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં અલગ જોગવાઇ કરી શકે છે. તેના મારફત સ્કીમમાં તેને લાગુ કરાશે. અધિકારીના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે આ રીતની યોજના બજેટમાં જાહેર કરવામાં આવે છે. આ વખતે વડાપ્રધાને બજેટના એક મહિના પહેલા આવી જાહેરાત કરી છે. તેથી નાણાપ્રધાન અરુણ જેટલી જોગવાઇ કરીને યોજનાને એપ્રિલથી લાગુ કરવાની વ્યવસ્થા કરી શકે છે. કુલ મળીને સ્કીમ લાગુ થવામાં હજુ 3-4 મહિનાનો સમય લાગી શકે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- લાભ તાત્કાલિક નહિ મળે, પૂરો ચુકવવો પડશે ઇએમઆઇ
 
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: some technicalities are to meet before full implementation of Modi's new scheme
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.