• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» SBI Will Charge On Its Banking Services From Changing Currency Notes To Cash Withdrawal

1 જૂનથી SBI નોટ બદલવાનો પણ લેશે ચાર્જ, અન્ય સર્વિસીસ પણ થઇ જશે મોંઘી

નવી દિલ્હીઃ પહેલી જૂનથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) નોટ બદલવાનો પણ ચાર્જ લેશે. આ ઉપરાંત બીજી અનેક સર્વિસીસ મોંઘી થઇ જશે. એસબીઆઇ એક જૂનથી સર્વિસ ચાર્જ માટેના નવા નિયમો લાગુ કરી રહી છે. આ સર્વિસીસ માટે આપવા પડશે વધુ નાણાં...
 
કરન્સી એક્સચેન્જ

- ફાટેલી અને ખરાબ નોટો બદલા માટે બેન્ક 2થી 5 રૂપિયા ચાર્જ કરશે.
- આ ચાર્જ 20થી વધારે નોટો હોય અથવા તો તેમનું કુલ મૂલ્ય રૂ.5,000થી વધારે હશે ત્યારે લેવાશે.
- એટલે કે જો કોઇ ગ્રાહક જૂની અને ફાટેલી નોટ જેમની સંખ્યા 20 હોય અને તેમનું મૂલ્ય રૂ.5,000થી વધારે નહિ હોય તો નોટ બદલવાનો કોઇ ચાર્જ નહિ લાગે.
- જો કોઇ ગ્રાહક 20થી વધુ નોટો બદલાવા માગતો હોય તો દરેક વધારાના નોટ પર રૂ.2 ચાર્જ આપવો પડશે. આ સાથે તેના પર સર્વિસ ટેક્સ પણ લાગશે.
- જો નોટોનું મૂલ્ય રૂ.5000થી વધારે હશે તો રૂ.2 થી લઇને રૂ.5 સુધી ચાર્જ આપવો પડશે. તેના પર સર્વિસ પણ લાગશે.
 
રોકડનો ઉપાડ

- બેઝિક સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ હોલ્ડર માટે સર્વિસ ચાર્જના નિયમો બદલાશે.
- એકાઉન્ટ હોલ્ડર 4થી વધારે વાર બ્રાંચ કે એટીએમમાંથી રોકડ રકમ ઉપાડશે તો તેને એક્સ્ટ્રા ચાર્જ આપવો પડશે.
- લિમિટથી વધારે કેશ વિડ્રોઅલ કરવા પર ટ્રાન્ઝેક્શન દીઠ 20 રૂપિયા આપવા પડશે, જેના પર અલગથી સર્વિસ ટેક્સ પણ લેવામાં આવશે.

ATMથી એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન

- SBIના એટીએમથી એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે તો દરેક ટ્રાન્ઝેક્શન પર રૂ.10 ચાર્જ લાગશે. સર્વિસ ટેક્સ અલગથી લેવામાં આવશે.
- બીજી બેન્કોના એટીએમથી એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન કરવામાં આવશે તો ટ્રાન્ઝેક્શન દીઠ રૂ.20 આપવા પડશે. તેના પર પણ સર્વિસ ચાર્જ લાગશે.
 
ડેબિટ કાર્ડ

- એસબીઆઇ બેઝિક સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ પર મળતા ડેબિટ કાર્ડ પર પણ ચાર્જ લેવાની તૈયારી કરી રહી છે. બેન્ક માત્ર રૂપે ડેબિટ કાર્ડ ફ્રીમાં ઇશ્યુ કરશે. માસ્ટર અને વિસા કાર્ડ ઇશ્યુ કરવા પર ચાર્જ લાગશે.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SBI will charge on its banking services from changing currency notes to cash withdrawal
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.