• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» SBI Will Approve ATM Withdrawal By SBI Buddy With Rs.25 Service Charge

SBI Buddyથી ATM વિડ્રોઅલ કરી શકાશે, ટ્રાન્ઝેક્શન દીઠ લાગશે રૂ.25 ચાર્જ

મુંબઇઃસ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) તેના મોબાઇલ વોલેટ `SBI Buddy'નો ઉપયોગ કરીને એટીએમમાંથી કેશ કાઢવાની નવી સુવિધા શરૂ કરશે. જોકે, આ સુવિધા માટે બેન્ક દરેક ટ્રાન્ઝેક્શન પર રૂ.25નો ચાર્જ લેશે. પરંતુ એસબીઆઇએ રેગ્યુલર એટીએમ ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ચાર્જ 25 રૂપિયા કરવાના અહેવાલોને નકારી કાઢ્યા છે.
 
- એસબીઆઇના એમડી (નેશનલ બેન્કિંગ) રજનીશ કુમારે જણાવ્યું કે, `નોર્મલ સેવિંગ એકાઉન્ટ માટે એટીએમમાંથી કેશ કાઢવા પર સર્વિસ ચાર્જમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.'
- તેમણે જણાવ્યું કે, `જો કોઇ ગ્રાહકના એસબીઆઇના બડી મોબાઇલ વોલેટમાં નાણાં હોય તો તે એટીએમ મારફત ઉપાડી શકે છે.'
- `આ ઉપરાંત હવે ગ્રાહક બિઝનેસ કોરસ્પોન્ડન્ટ મારફત પોતાના મોબાઇલ વોલેટમાંથી કેશ ડિપોઝિટ કે કેશ વિડ્રો કરી શકે છે. અગાઉ આ સુવિધા ન હતી.'
 
1000 રૂપિયા સુધી ડિપોઝિટ પર 0.25 ટકા સર્વિસ ચાર્જ

- કુમારે જણાવ્યું કે, `બિઝનેસ કોરસ્પોન્ડન્ટ મારફત મોબાઇલ વોલેટમાં 1000 રૂપિયા સુધી કેશ ડિપોઝિટ કરવા પર 0.25 ટકા સર્વિસ ચાર્જ (મિનિમમ 2 રૂપિયા અને મહત્તમ 8 રૂપિયા) સર્વિસ ચાર્જ વસૂલ કરશે.'
- `એસબીઆઇ બડીથી બિઝનેસ કોરસ્પોન્ડન્ટ મારફત 2000 રૂપિયા સુધી કેશ નિકાળવા પર ટ્રાન્ઝેક્શન વેલ્યુના 2.5 ટકા (મિનિમમ 6 રૂપિયા) સર્વિસ ચાર્જ લાગશે.'
- તેમણે જણાવ્યું કે, `સર્વિસ ચાર્જ 1 જૂન 2017થી અમલી બનશે.'
- એસબીઆઇ બડીથી બેન્ક એકાઉન્ટમાં આઇએમપીએસ મારફત ફંડ ટ્રાન્સફર કરવા પર 3 ટકા સર્વિસ ચાર્જ અને સર્વિસ ટેક્સ આપવો પડશે.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SBI will approve ATM withdrawal by SBI Buddy with Rs.25 service charge
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.