• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» SBI Offers Corporate Salary Accounts Without Requirement To Maintain Minimum Balance

SBIના આ એકાઉન્ટસમાં નથી મિનિમમ બેલેન્સનું ટેન્શન, મળે છે આ ફાયદાઓ

નવી દિલ્હીઃભારતીય સ્ટેટ બેન્કે(એસબીઆઈ) 1 એપ્રિલથી બેન્ક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ ન રાખનારાઓ પાસેથી પેનલ્ટી વસુલવાનું શરૂ કરી દીધું છે. મિનિમમ બેલેન્સ ન રાખનારાઓની સીમા શહેર અને ગ્રામીણ ક્ષેત્રના હિસાબથી નક્કી કરવામાં આવી છે. આમ છતાં એસબીઆઈમાં કેટલાક એવા એકાઉન્ટસ છે, જેમાં મંથલી મિનિમમ બેલેન્સ મેન્ટેન રાખવું જરૂરી નથી. એટલે કે એવા એકાઉન્ટસમાં જો મિનિમમ બેલેન્સ ન પણ રહે તો બેન્ક તમારી પાસેથી પેનલ્ટી વસુલશે નહિ.
 
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ સ્મોલ સેવિંગ્સ બેન્ક એકાઉન્ટસ, બેઝિક સેવિંગ બેન્ક એકાઉન્ટસ અને જનધન એકાઉન્ટના કસ્ટમર્સને એવરેજ મંથલી બેલેન્સ મેન્ટેન રાખવાની છુટ આપી છે. એસબીઆઈની 5 એસોસિએટ બેન્ક અને મહિલા બેન્કના મર્જર બાદ એક નવી બ્રાન્ડ આઈડેન્ટીટી અપનાવતા તેમણે તાજેતરમાં જ ટિવિટ કર્યું હતું. અગાઉ એસબીઆઈએ એક એપ્રિલથી મિનિમમ બેલેન્સની લિમિટ વધારવાનો નિર્ણય કર્યો હતો. તેની અસર પેન્શનર્સ અને વિધાર્થીઓ સહિત લગભગ 31 કરોડ ડિપોઝીટર્સ પર થશે.
 
એસબીઆઈએ નક્કી કર્યું છે કે 1 એપ્રિલથી મહાનગરોમાં બેન્ક એકાઉન્ટ રાખનારાઓએ 5000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવાનું રહેશે. શહેરી ક્ષેત્રોમાં આ સીમા 3 હજાર રૂપિયા, સેમી અરબન ક્ષેત્રમાં 2 હજાર રૂપિયા અને ગામડાની શાખાઓમાં બેન્ક ખાતું રાખનારાઓ માટે 1 હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવાનું રાખવાનું રહેશે. બેન્કની વેબસાઈટ પ્રમાણે, મિનિમમ બેલેન્સ મેન્ટેન ન કરવા પર રૂરલ બ્રાન્ચમાં 20 રૂપિયા અને મેટ્રો શહેરોમાં 100 રૂપિયાની વચ્ચે પેનલ્ટી લગાડવામાં આવશે.
 
આગળની સ્લાઈડમાં,એસબીઆઈના એકાઉન્ટસ જેની પર મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવામાંથી છુટ છે...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SBI Offers Corporate Salary Accounts Without Requirement To Maintain Minimum Balance
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.