• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» SBI Can Reduce Home Loan Rates As Indicates Chairman After Successful QIP Issue

દેશની સૌથી મોટી બેંક SBI સસ્તી કરી શકે છે હોમ લોન, બેંકે આપ્યો દર ઘટાડવાનો સંકેત

નવી દિલ્હીઃદેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ આગામી સમયમાં હોમલોનના વ્યાજ દરમાં કાપ મૂકવાનો સંકેત આપ્યો છે. ક્યુઆઇપી ઇશ્યુની સફળતા પછી મીડિયા સાથે વાતચીત કરતા સ્ટેટ બેન્કના ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્યે જણાવ્યું કે બેન્ક હોમ લોનના દર ઘટાડવા વિચારી શકે છે.
 
75 લાખ રૂપિયાથી વધુ હોમ લોન પર ઘટ્યું રિસ્ક વેઇટેજ
 
રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસીમાં 75 લાખ રૂપિયાથી વધુ હોમલોન પર રિસ્ક વેઇટેજ 75 ટકાથી ઘટીને 50 ટકા કરવામાં આવ્યું છે. તે ઉપરાંત 30 લાખ રૂપિયાથી 75 લાખ રૂપિયાની હોમ લોન પર નવો 30 ટકા રિસ્ક વેઇટેજ નક્કી કરવામાં આવ્યો છે.
 
ક્યુઆઇપીમાં મળ્યો રોકાણકારોનો જોરદાર રીસ્પોન્સ
 
સ્ટેટ બેન્કે માહિતી આપી છે કે ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ પ્લેસમેન્ટને રોકાણકારો તરફથી ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે. ઇશ્યુમાં રખાયેલા રૂ.15,000 કરોડની સામે રૂ.27,000 કરોડના શેરો માટે ડિમાન્ડ જોવા મળી છે. તેમાં એફપીઆઇ તરફથી 11,000 કરોડની જેટલા શેરોની માગ જોવા મળી છે.
 
5 જૂને ખુલ્યો હતો ઇશ્યુ

એસબીઆઇનો આ ઇશ્યુ 5 જૂને ખુલ્યો હતો. ઇશ્યુ મારફત 52.2 કરોડ શેરો રૂ.287.25ની કિંમતે ઓફર કરવામાં આવ્યા હતા. બેન્કના જણાવ્યા અનુસાર, ઇશ્યુ મારફત એકત્ર થયેલી રકમનો ઉપયોગ કેપિટલ એડિક્વસી રેશિયોને સારો બનાવવા માટે અને સામાન્ય કોર્પોરેટ જરૂરીયાતોને પૂરી કરવામાં થશે. વર્ષ 2014માં બેન્કે ક્યુઆઇપી મારફત 8032 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.
 
એલઆઇસીએ વધારી હિસ્સેદારી

દેશની સૌથી મોટી ઇન્વેસ્ટર એટલે કે એલઆઇસીએ સ્ટેટ બેન્કમાં પોતાની હિસ્સેદારી વધારી છે. ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્યે માહિતી આપી છે કે એલઆઇસીની બેન્કમાં હિસ્સેદારી 8.6 ટકાથી વધીને 10.4 ટકા થઇ ગઇ છે. તેમણે કહ્યું કે ઇશ્યુ પછી બેન્કમાં સરકારનો હિસ્સો 57.07 ટકા હશે. એસબીઆઇનો શેર આજે 0.10 ટકા ઘટીને રૂ.288.50 પર બંધ રહ્યો છે.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: SBI can reduce home loan rates as indicates chairman after successful QIP issue
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.