• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Rs.91,155 Crores To Be Recovered From Willful Defaulters Infromed Rajya Sabha

9,130 વિલફૂલ ડિફોલ્ટર્સની રૂ.90,000 કરોડથી વધુ લોન વસૂલાત બાકી, 2,000 સામે કેસ

9,130 વિલફૂલ ડિફોલ્ટર્સની રૂ.90,000 કરોડથી વધુ લોન વસૂલાત બાકી, 2,000 સામે કેસ
નવી દિલ્હીઃ દેશમાં વિલફૂલ ડિફોલ્ટર્સ એટલે કે સમજીવિચારીને દેવું નહિ ચૂકવતા લોકોની રૂ.91,155 કરોડની લોન વસૂલ કરવાની બાકી છે. પોતાનું દેવું જાણી જોઇને નહિ ચૂકવનારા લોકોની સંખ્યા 9130 છે. કેન્દ્રના રાજ્યકક્ષાના નાણાપ્રધાને શુક્રવારે રાજ્યસભામાં આ માહિતી આપી છે. એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે સરકારે વિલફૂલ ડિફોલ્ટર્સ પાસેથી બાકી લેણું વસૂલ કરવા માટે અનેક કેસો દાખલ કર્યા છે. તે ઉપરાંત 2,000થી વધારે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.
 
બેન્ક ડિફોલ્ટર્સના નામ કરાય છે જાહેર

કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાનના જણાવ્યા અનુસાર, બેન્ક જાણી જોઇને લોન ચૂકતે નહિ કરનારા લોકોના નામ અને તેમના ફોટો વેબસાઇટ મારફત જાહેર કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદે બેન્કના વિલફૂલ ડિફોલ્ટર્સનો મુદ્દો ઊઠાવ્યો હતો.
 
બેન્કો પર એનપીએનો વધતો બોજ
 
સરકારી બેન્કો પર નોન-પરફોર્મિંગ એસેટ એટલે કે એનપીએનો બોજ વધી રહ્યા છે. એનપીએ એવો બોજ છે કે જેને બેન્ક વસૂલ કરી શકી નથી.
 
કઇ બેન્ક પર કેટલો એનપીએ બોજ
 
એસબીઆઇ   રૂ.97,356 કરોડ
પીએનબી    રૂ.54,640 કરોડ
બેન્ક ઓફ ઇન્ડિયા  રૂ.44,040 કરોડ
બેન્ક ઓફ બરોડા  રૂ.35,467 કરોડ
કેનરા બેન્ક   રૂ.31,466 કરોડ
આઇઓસી બેન્ક  રૂ.31,073 કરોડ
યુનિયન બેન્ક  રૂ.27,891 કરોડ
સેન્ટ્રલ બેન્ક  રૂ.25.718 કરોડ
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rs.91,155 crores to be recovered from willful defaulters infromed Rajya Sabha
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.