• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» Risk Of Cyber Attack On ATMs Is Very High Due To Weak Cyber Security

ભારતમાં 60 ટકા ATMs હાઇ રિસ્ક પર, ગમે ત્યારે થઇ શકે છે સાયબર એટેકનો શિકાર

નવી દિલ્હીઃ ભારતમાં 60 ટકા ATMs હાઇ રિસ્ક પર છે. આ એટીએમ ગમે ત્યારે સાયબર હુમલાનો શિકાર બની શકે છે. તેનું કારણ એ છે કે ભારતમાં હાલ મોટા ભાગના એટીએમ વિન્ડોઝ XP પર ચાલી રહ્યા છે, જે ખૂબ જૂનું સોફ્ટવેર છે. તેથી હેકર્સ માટે આવા એટીએમ પર એટેક કરવો સરળ છે. દેશમાં 2 લાખથી વધારે એટીએમ છે. તે જોતા 1.25 લાખથી વધુ એટીએમ પર સાયબર હુમલાનું જોખમ છે.
 
માઇક્રોસોફ્ટે ઇશ્યુ કરી એડવાઇઝરી
 
માઇક્રોસોફ્ટે શુક્રવારે થયેલા સાયબર હુમલા પછી એક બ્લોગ પોસ્ટ ઇશ્યુ કરી છે. તેમાં જણાવ્યું છે કે જે કસ્ટમર વિન્ડોઝ 8, વિન્ડોઝ XP અને વિન્ડોઝ 2003 હજુ પણ યુઝ કરતા હોય તો તેમણે સાયબર હુમલાથી સાવચેત રહેવાની જરૂર છે. કંપનીએ આવા કસ્ટમર્સ માટે એક ગાઇડલાઇન પણ બનાવી છે જેને માઇક્રોસોફ્ટની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. 
 
બેન્કોની ફાયરવોલ નથી મજબૂત

SBIના પૂર્વ CGM સુનીલ પંતે moneybhaskar.comને જણાવ્યું કે આપણી બેન્કિંગ સિસ્ટમ સાયબર હુમલાની બાબતમાં એટલી મજબૂત નથી જેટલી હોવી જોઇએ. તેનું કારણ એ છે કે દેશમાં હજુ પણ 60થી 65 ટકા એટીએમ વિન્ડોઝ એક્સપી પર ચાલે છે. તેમને લેટેસ્ટ વર્જનથી અપડેટ કરાયા નથી. તેથી એમટીએમ પર સાયબર હુમલાનું જોખમ છે. જો ગ્રાહક સાયબર હુમલાનો ભોગ બનેલા એટીએમમાં પોતાનું કાર્ડ સ્વાઇપ કરે તો તેનો ડેટા ચોરાઇ જઇ શકે છે.
 
બેન્કો રીઝર્વ બેન્કની સલાહ-નિર્દેશોનો નથી કરતી અમલ
 
સુનીલ પંતે જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેન્કે સાયબર સુરક્ષા અંગે બેન્કો માટે ગાઇડલાઇન ઇશ્યુ કરી હતી. તેમછતાં ઘણી બેન્કો આ ગાઇડલાઇનનો અમલ નથી કરી રહી.
 
બેન્ક વિન્ડોઝ XPને કરી રહી છે અપડેટ

પંજાબ નેશનલ બેન્કના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પંજાબ નેશનલ બેન્કે મોટા પાયે પોતાના એટીએમને વિન્ડોઝ એક્સપીને લેટેસ્ટ વર્જનથી અપડેટ કર્યા છે. જોકે, હજુ પણ કેટલાક એટીએમ વિન્ડોઝ એક્સપી પર ચાલે છે.
 
હેકર્સ રહે છે એક ડગલું આગળ

પંજાબ એન્ડ સિંધ બેન્કના પૂર્વ સીજીએમ જીએસ બિંદ્રાનું કહેવું છે કે બેન્કિંગ સિસ્ટમ સાયબર હુમલાની બાબતમાં ઘણી મજબૂત છે. પરંતુ હેકર્સ સામાન્ય રીતે લેટેસ્ટ સિસ્ટમથી એક પગલું આગળ હોય છે. તેથી સાયબર હુમલાના જોખમને ક્યારેય નકારી શકાય નહિ.
 
ભારતનું સુરક્ષા તંત્ર એકદમ નબળું

સાયબર એટેકના સંભવિત જોખમ અને તેની સામેની તૈયારીઓ અંગે મનીભાસ્કર ડોટકોમે જાણીતા સાયબર એક્સપર્ટ પવન દુગ્ગલ સાથે વાતચીત કરી. દુગ્ગલના જણાવ્યા અનુસાર, ભારતનું સાયબર સુરક્ષા તંત્ર ખૂબ નબળું છે અને તેને સરળતાથી શિકાર બનાવી શકાય એમ છે. દુગ્ગલના મતે, ભારત અમુક કારણોથી સાયબર એટેકર્સનું સરળ ટાર્ગેટ બની શકે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- જાણો કેવી છે સાયબર સુરક્ષાની તૈયારી
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: risk of cyber attack on ATMs is very high due to weak cyber security
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.