• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» RBI Said Soon It Will Issue A New 10 Rupee Note With Added Security Features

ટૂંકસમયમાં 10 રૂપિયાની નવી નોટ આવશે, તેમાં હશે વધારે સિક્યોરિટી ફીચર્સ

અમદાવાદઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ટૂંકસમયમાં 10 રૂપિયાની નવી નોટ બહાર પાડશે, જેમાં વધારે સિક્યોરિટી ફીચર્સ હશે. જોકે, અગાઉ બહાર પાડેલી 10 રૂપિયાની નોટો ચલણમાં ચાલુ રહશે.
 
10 રૂપિયાની નવી નોટ કેવી હશે
 
- આરબીઆઇએ ગુરુવારે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી સિરીઝ-2005ની બેન્કનોટોમાં બંને નંબર પેનલ પર `L' લેટર ઇન્સેટ કરેલો હશે અને તેમાં ગવર્નર ઉર્જિત પટેલની સહી હશે.
- નોટની પાછળની બાજુ પ્રિન્ટિંગ ઇયર 2017 હશે.
- બંને પેનલ્સ પરના નંબર્સ ડાબેથી જમણી તરફ સાઇઝમાં વધતા દેખાશે.
- પ્રથમ ત્રણ આલ્ફા-ન્યુમરિક અંકો (પ્રીફિક્સ)ની સાઇઝ સ્થિર હશે.
 
રિઝર્વ બેન્કે તેના નોટિફિકેશનમાં સ્પષ્ટતા કરી હતી કે અગાઉ ઇશ્યુ કરવામાં આવેલી 10 રૂપિયાની તમામ બેન્કનોટ્સ કાયદેસર રીતે ચલણમાં ચાલુ રહેશે.
 
50 અને 20 રૂપિયાની નોટ્સ અંગે પણ થઇ હતી જાહેરાત
 
- નોટબંધી પછી 5 ડિસેમ્બરે આરબીઆઇએ 50 અને 20 રૂપિયાની નવી નોટો ઇશ્યુ કરવાની જાહેરાત કરી હતી. જૂની નોટો ચલણમાં રહેવાની પણ વાત થઇ હતી.
- બેન્ક તરફથી કહેવામાં આવ્યું હતું કે 50 રૂપિયાની નોટની બંને નંબર પેનલ પર ઇનસેટ લેટર નહિ હોય.
- 20 રૂપિયાની નવી નોટ પણ મહાત્મા ગાંધી સીરિઝ-2005ની હશે. તેની નંબર પેનલમાં L લેટરનું નવું ફીચર હશે.
- બંને નવી નોટોની બીજી બાજુ પ્રિન્ટિંગ ઇયર 2016 છાપેલું હશે. સિરીયલ નંબર સાઇઝમાં વધતા હશે.
- આ નોટો પર આરબીઆઇ ગવર્નર ઉર્જિત પટેલની સિગ્નેચર હશે અને બાકીના સિક્યોરિટી ફીચર્સ જૂની નોટો જેવા હશે એવી વાત કરવામાં આવી હતી. 
 
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: RBI said soon it will issue a new 10 rupee note with added security features
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.