• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» RBI Removed Cash Withdrawl Limit On Saving Accounts From 13th March

સેવિંગ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવાની લિમિટ દૂર, ગ્રાહકોને રાહત

સેવિંગ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવાની લિમિટ દૂર, ગ્રાહકોને રાહત
નવી દિલ્હીઃઆજથી બેન્કમાંથી કેશ વિડ્રોઅલ કરવાની લિમિટ દૂર થઈ ગઈ છે. એકાઉન્ટ હોલ્ડર્સ તેમના સવિંગ એકાઉન્ટમાંથી જેટલી જોઈશે તેટલી કેશ વિડ્રોઅલ કરી શકશે. આરબીઆઈએ બે ફેઝમાં કેશ વિડ્રોઅલ લિમિટ ખત્મ કરવાની વાત કરી હતી. પ્રથમ ફેઝમાં 20 ફેબ્રુઆરીએ વિકલી વિડ્રોઅલ લિમિટ 50 હજાર રૂપિયા કરવામાં આવી હતી. હવે 13 માર્ચથી આ લિમિટ ખત્મ કરવામાં આવી રહી છે. કરન્ટ એકાઉન્ટ માટે 1 ફેબ્રુઆરીથી જ આ લિમિટ પુરી કરાઈ હતી....
 
કરન્ટ એકાઉન્ટમાંથી આ અંગેની લિમિટ 1 ફેબ્રુઆરીથી જ ઉઠાવી લેવામાં આવી હતી. ઓવરડ્રાફટ અને કેશ ક્રેડિટ ખાતાઓમાંથી વિડ્રોઅલની લિમિટ પણ દૂર કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરીથી એટીએમમાંથી કેશ વિડ્રોઅલની લિમિટ ખત્મ કરવામાં આવી હતી. જોકે સેવિંગ એકાઉન્ટ પર ત્યારે 24 હજાર રૂપિયાની વીકલી લિમિટ યથાવત રાખવામાં આવી હતી. 20 ફેબ્રુઆરીએ સેવિંગ એકાઉન્ટ પર કેશ વિડ્રોઅલની લિમિટ 50,000 રૂપિયા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદથી આરબીઆઈએ પ્રર્યાપ્ત માત્રામાં નવી નોટો બેન્કો અને એટીએમમાં પહોંચાડતા પહેલા કેશ વિડ્રોઅલ માટેની સીમા નક્કી કરી દીધી હતી. હાલ તમામ પ્રકારની લિમિટ 13 માર્ચથી  ખત્મ થઇ ગઇ છે.
 
આ વર્ષે ચાર વખત વધી છે લિમિટ
 
અગાઉ 20 ફેબ્રુઆરીએ સેવિંગ એકાઉન્ટમાંથી કેશ વિડ્રોઅલ લિમિટ 50 હજાર રૂપિયા કરી દેવામાં આવી હતી. 30 જાન્યુઆરીએ આરબીઆઈએ નોટીફીકેશન બહાર પાડયું હતું કે 1 ફેબ્રુઆરીથી એટીએમમાંથી કેશ નીકળવા પર લિમિટ રહેશે નહિ. સેવિંગ એકાઉન્ટ પર વીકલી લિમિટ 24 હજાર રૂપિયા રહેશે. પરંતુ આ રકમ એક દિવસમાં પણ નીકાળી શકાશે. 16 જાન્યુઆરીએ આરબીઆઈએ એટીએમમાંથી કેશ વિડ્રોઅલની લિમિટ 4,500માંથી વધારીને 10 હજાર રૂપિયા કરી હતી. ત્યારે પણ 24 હજાર રૂપિયાની વીકલી લિમિટને યથાવત રાખવામાં આવી હતી. 1 જાન્યુઆરી 2017એ એટીએમમાંથી કેશ વિડ્રોઅલની લિમિટ રોજની 2,500 રૂપિયામાંથી વધારીને 4,500 રૂપિયા કરવામાં આવી હતી. જોકે 24 હજાર રૂપિયાની વીકલી લિમિટને યથાવત રાખવામાં આવી હતી.
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: RBI Removed Cash Withdrawl Limit On Saving Accounts From 13th March
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.