• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Banking» RBI Has Issued New 500 Rupees Note

RBIએ બહાર પાડી 500 રૂપિયાની નવી નોટ, જૂની નોટ પણ ચાલુ રહેશે

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી છે. મહાત્મા ગાંધીની નવી સીરિઝની આ નવી નોટમાં નંબર પ્લેટ પર બંને બાજુ `A' લેટર છે. તેના પર રિઝર્વ બેન્કના ગવર્નર ડો ઉર્જિત પટેલની સહી છે અને તેની પ્રિન્ટિંગનું વર્ષ 2017 છે. આ નવી નોટની સાથે હાલના સમયે ચાલતી 500 રૂપિયાની નોટ પણ ચલણમાં ચાલુ રહેશે. આરબીઆઇએ `E' સીરિઝની ઇશ્યુ કરી હતી 500ની નોટ
 
- નોટબંધી પછી આરબીઆઇએ `E' સીરિઝમાં 500 રૂપિયાની નોટ બહાર પાડી હતી. હવે તે `A' સીરિઝ સાથે બહાર પાડવામાં આવી છે.
- એવું મનાય છે કે નકલી નોટો પર અંકુશ મેળવવા માટે નવી નોટ બહાર પાડવામાં આવી છે. એટીએમમાંથી પણ નકલી નોટો નિકળવાના કિસ્સા બહાર આવી રહ્યા છે.
- ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 8 નવેમ્બરે મોદી સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી. તેમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરી દેવાઇ હતી. તેની બદલીમાં 500 અને 2000ની નવી નોટો બહાર પાડવામાં આવી હતી.
કેવી છે નવી નોટ

- નવી નોટની સાઇઝ 66mmX150mm છે
- તેનો કલર સ્ટોન ગ્રે છે.
- નવી નોટમાં પાછળની તરફ ત્રિરંગાની સાથે લાલ કિલ્લાની તસવીર છે.
 
આ પણ છે ખાસિયતો

- બેન્ક નોટ પર મહાત્મા ગાંધી પોટ્રેટની ઇન્ટેગલિયો પ્રિન્ટિંગ છે. નોટની વચ્ચે મહાત્મા ગાંધીનું પોટ્રેટ છે.
- અશોક સ્તંભનું પ્રતીક અને ઓળખ ચિન્હ છે.
- દેનનાગરી લિપિમાં નોટ પર મૂલ્ય 500 લખ્યું છે.
 
22 વર્ષ પછી એક રૂપિયાની નોટ પણ બહાર પડાશે

- આની પહેલા આરબીઆઇ એક રૂપિયાની નોટ બહાર પાડવાની જાહેરાત કરી ચૂકી છે. એક રૂપિયાની નવી નોટ 22 વર્ષ પછી ઇશ્યુ કરાશે.
- ઉલ્લેખનીય છે કે RBIએ 1994માં એક રૂપિયાની નોટને છાપવાની બંધ કરી દીધી હતી.
- નવી નોટ ઉપરાંત એક રૂપિયાની જૂની નોટ પણ લીગલ ટેન્ડર રહેશે.
- એક રૂપિયાની નવી નોટ લીલા અને ગુલાબી રંગના મિશ્રણમાં હશે. તેના પર નાણા મંત્રાલયના સેક્રેટરી શક્તિકાંત દાસની સહી બે ભાષામાં હશે. તેના પર રૂપિયાના સિમ્બોલની સાથે એક રૂપિયાના નવા કોઇનની રેપ્લિકા પણ પ્રિન્ટ કરેલી હશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- નવી વેલ્યુની કરન્સી વિશે ડેપ્યુટી ગવર્નરે શું કહ્યું...
(Banking Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: RBI has issued new 500 rupees note
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.